મધુબાલા બોલીવુડની દુનિયાનો હસીન ચહેરો હતા. પડદા પર તેમની સુંદરતા દરેકને આકર્ષતી હતી. બીજી બાજુ અંગત જીવનમાં તેઓ સાથી કલાકાર દિલીપકુમારને ખુબ જ પ્રેમ કરતા હતા. બંનેના પ્રેમની ચારેબાજુ ચર્ચાઓ પણ થતી હતી. એવું કહેવાય છે કે બંનેની એક જીદના કારણે પ્રેમ પૂરો થઈ શક્યો નહી. કારણ ગમે તે હોય પરંતુ જ્યારે આખરી દિવસોમાં દિલીપકુમારની મધુબાલા સાથે મુલાકાત થઈ હતી ત્યારે તેમના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 14 ફેબ્રુઆરીએ મધુબાલાનો જન્મદિવસ હતો. વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલા મધુબાલાના જીવનમાં પ્રેમની હંમેશા કમી રહી. જે ઈચ્છ્યુ તે મળી શક્યું નહીં અને જેમની સાથે લગ્ન કર્યા (કિશોરકુમાર) તેઓ દૂર થઈ ગયા. 1969માં ફક્ત 36 વર્ષની ઉમરમાં 23 ફેબ્રુઆરી 1969ના રોજ બીમારીના કારણે મધુબાલાનું નિધન થયું હતું. 


મધુબાલાના લાખો ચાહકો હતા પરંતુ કમનસીબ એ હતું કે તેમણે જેમને પણ પ્રેમ કર્યો તેમનો સાથ મળ્યો નહીં. તેમના પિતા તેમના લગ્ન દિલીપકુમાર સાથે કરવા માટે રાજી નહતા. પરંતુ પરણિત કમાલ અમરોહી સાથે નિકાહ કરાવવા તૈયાર હતા. અનેકવાર દિલ તૂટ્યા બાદ મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લે જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે તેમણે પણ અંતર જાળવી લીધુ હતું. આજે મધુબાલાની 54મી પુણ્યતિથિ પર તેમની ચાર અધૂરી પ્રેમ કહાની વિશે જાણો....


અધૂરો રહ્યો પહેલો પ્રેમ
નાની ઉંમરમાં જ મધુબાલાને પહેલો પ્રેમ થઈ ગયો હતો. જ્યારે તેઓ દિલ્હીમાં રહેતા હતા ત્યારે ત્યાં રહેતા લતીફને તેઓ પસંદ કરવા લાગ્યા હતા. જેઓ આગળ જઈને IAS અધિકારી બન્યા. જ્યારે લતીફને ખબર પડી કે મધુબાલાએ મુંબઈ શિફ્ટ થવાનું છે તો તેઓ દુખી થઈ ગયા. તેઓ નહતા ઈચ્છતા કે મધુબાલા દૂર જાય. મધુબાલા પણ નહતા ઈચ્છતા. જ્યારે મુંબઈ જતા પહેલા તેમની છેલ્લી મુલાકાત થઈ તો મધુબાલાએ તેમને એક ગુલાબનું ફૂલ આપ્યું જેને તેમણે આખી જિંદગી સાચવીને રાખ્યું હતું. બીજી બાજુ મધુબાલા મુંબઈમાં બીઝી થઈ ગયા પરંતુ લતીફ તેમને ક્યારેય ભૂલી શક્યા નહીં. એવું કહેવાય છે કે મધુબાલાના નિધન બાદ લતીફ તેમની પુણ્યતિથિ પર કબરે જતા અને તેના પર ગુલાબનું એક ફૂલ રાખીને આવતા. 


પરણિત કમાલ અમરોહી સાથે સંબંધ
1949માં બોમ્બે ટોકિઝના બેનર હેઠળ મહેલ ફિલ્મ બની. આ ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી હતા. ફિલ્મ માટે પહેલા સુરૈયાને લેવાના હતા પરંતુ સ્ક્રિન ટેસ્ટ બાદ લીડ રોલમાં મધુબાલાની પસંદગી થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ રહી. ફિલ્મના શુટિંગ દરમિયાન મધુબાલા અને કમાલ અમરહી એકબીજાની નજીક આવી ગયા હતા. મધુબાલાના પિતા બંનેના સંબંધથી ખુશ હતા. તેમણે કહ્યું કે આગળ જઈને બંને લગ્ન કરે તો મને કોઈ વાંધો નથી. પરંતુ કમાલ અમરોહી પહેલેથી પરણિત હતા. તેઓ તેમની પત્નીને છોડવા માંગતા નહતા. તેઓ ઈચ્છતા હતા કે મધુબાલા બીજી પત્ની બનીને રહે. પરંતુ મધુબાલાને આ શરત મંજૂર નહતી. તેમનું કહેવું હતું કે તેઓ પતિને કોઈ અન્ય સાથે વહેંચી શકે નહીં. તેમણે કમાલ અમરોહીને તલાક લેવા કહ્યું પરંતુ તેમણે ના પાડી દીધી  જેના કારણે તેમનો સંબંધ તૂટી ગયો. 


મધુબાલાની એક કસમ અને પ્રેમનાથે 14 વર્ષ ન પીધો દારૂ
1951માં રિલીઝ થયેલી ફિલ્મ બાદલમાં મધુબાલા સાથે પ્રેમનાથ જોવા મળ્યા હતા. શુટિંગ દરમિયાન એક દિવસ મધુબાલા પ્રેમનાથના મેકઅપ રૂમમાં ગયા અને તેમણે લવલેટર અને ગુલાબ આપ્યું. ત્યારે પ્રેમનાથ સમજી શક્યા નહીં કે આ શું થઈ રહ્યું છે. જ્યારે તેમણે લવલેટર વાંચ્યો તો લખ્યું હતું કે જો તમે મને પ્રેમ કરતા હોવ તો પ્લીઝ આ ગુલાબ સ્વીકારો. નહીં તો આ પત્ર અને ફૂલ પાછું આપી દો. આ પત્ર વાંચીને પ્રેમનાથના હોશ ઉડી ગયા. તેમને વિશ્વાસ નહતો આવતો કે દુનિયાની સૌથી સુંદર છોકરીએ તેમને પ્રપોઝ કર્યું. તેમણે ખુશ થઈને પ્રપોઝલ સ્વીકારી લીધી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube