સંજય અને માધુરી એકબીજાને બોલાવે છે `આ` નામથી, કારણ કે...

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત બહુ જલ્દી કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી કલંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી સાથે વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડની એક સમયની સંજય દત્ત અને માધુરી દીક્ષિતની સુપરહિટ જોડી પણ જોવા મળશે.
નવી દિલ્હી : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત બહુ જલ્દી કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી કલંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી સાથે વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડની એક સમયની સંજય દત્ત અને માધુરી દીક્ષિતની સુપરહિટ જોડી પણ જોવા મળશે.
હાલમાં કલંકના ટ્રેલર લોન્ચ પર માધુરીએ ખુલાસો કર્યો છે કે તે સંજયને સર કહીને બોલાવે છે જ્યારે સંજય તેને મેડમ કહે છે. હકીકતમાં ઇવેન્ટ દરમિયાન વરૂણ ધવને એક્ટ્રેસ માધુરીને સવાલ કર્યો કે તમે બંને આટલા વર્ષોથી સાથે કામ કરી રહ્યા છો પણ આમ છતાં તમે એકબીજાને સર અને મેડમ કહીને કેમ બોલાવો છો? માધુરીએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે અમે એકબીજાનો આદર કરીએ છીએ અને એટલે એકબીજાને સર અને મેડમ કહીએ છીએ.
કરણ જોહરની મહત્વકાંક્ષી ફિલ્મ 'કલંક'માં આશરે બે દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનારા સંજય દત્તે આ અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંન્નેએ સાથે 'સાજન', 'ખલનાયક', 'થાનેદાર', અને 'ઇલાકા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી.