Maharashtra Election Result: આ ટીવી સ્ટારના ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ, છતાં 155 મત જ મળ્યા
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે જોરદાર વાપસી કરી રહ્યું છે. આ બધા વચ્ચે વર્સોવા સીટ ખુબ ચર્ચામાં છે જ્યાંથી બિગ બોસના એક્સ કન્ટેસ્ટન્ટ, એક્ટર અને પોતાને મુંબઈનો ભાઈ ગણાવતો એઝાઝ ખાન ચૂંટણીના મેદાનમાં હતો. તેને મળેલા મતની સંખ્યા બધાને ચોંકાવી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો આજે દિવસ છે. મતગણતરી હજુ ચાલુ છે. ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન પ્રચંડ લીડ સાથે સરકારમાં વાપસી કરવાની તૈયારીમાં છે. જ્યારે વર્સોવાની સીટની વાત કરીએ છેલ્લે મળતી માહિતી મુજબ શિવસેના યુબીટી ઉમેદવાર હારુન ખાન 65396 મત મેળવી 1600થી વધુ મતની લીડ સાથે જીત્યા છે જ્યારે ભાજપના ભારતી લવેકર 63796 મત સાથે બીજા નંબરે છે. પરંતુ એક ઉમેદવારના કારણે આ સીટ ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ સીટથી બિગ બોસના એક્સ કન્ટેસ્ટન્ટ, એક્ટર અને પોતાને મુંબઈનો ભાઈ ગણાવતો એઝાઝ ખાન ચૂંટણીના મેદાનમાં હતો.
એઝાઝ ખાને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ) તરફથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ તે માંડ માંડ મતોના મામલે 100 પાર ગયો છે.
[[{"fid":"612292","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ઈન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયન ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયન ફોલોઅર્સ કરતા વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સવાળા એઝાઝ ખાનને 18 રાઉન્ડની મતગણતરી બાદ પણ ફક્ત 155 મત મળ્યા છે. આ આંકડો નોટા કરતા પણ ઘણો ઓછો છે. નોટામાં અત્યાર સુધીમાં 1216 મત પડી ચૂક્યા છે. આ સીટ પર 20 નવેમ્બરે 51.02 ટકા મતદાન થયું હતું.
યુટ્યુબર કેરી મિનાટી પાસે મંગાવી હતી માફી
અત્રે જણાવવાનું કે આ એ જ એઝાઝ ખાન છે જેણે એક સમયે યુટ્યુબર કેરી મિનાટી પાસે પોતાને રોસ્ટ કરવા બદલ ઓન કેમેરા માફી મંગાવી હતી. હકીકતમાં કેરી મિનાટીએ બિગ બોસ સીઝન 7ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા એઝાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો.