Shah Rukh Khan Y+ Security: ફિલ્મ 'પઠાન' (Pathan) અને 'જવાન (Jawan) ની જોરદાર સફળતા બાદ શાહરૂખ ખાન (Shahrukh Khan) સતત ચર્ચામાં છે. આ બંને ફિલ્મો લાંબા સમયથી બિમાર પડેલા બોક્સ ઓફિસ માટે સંજીવની બનીને આવી હતી. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની વાત કરીએ તો તેને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 700 કરોડથી વધુ કમાણીનો ઇતિહાસ રચી દીધો છે. જોકે આ બધાની વચ્ચે એકદમ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર શાહરૂખ ખાનને તેમની આ ફિલ્મોની સક્સેસ બાદ જાનથી મારવાની ધમકી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાપમાં ન પડવું હોય તો નવરાત્રિમાં આ બાબતોનું રાખો ધ્યાન, માતા રૂઠશે તો રોતા નહી આવડે
Navratri 2023: આઠમના દિવસે અજમાવશો આ ટોટકો, પતિદેવ રહેશે વશમાં, વધશે પ્રેમ


રાજ્ય સરકારે શાહરૂખની સુરક્ષા વધારવાનો કર્યો નિર્ણય
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક્ટર તરફથી લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારબાદ તાત્કાલિક એલર્ટ મોડમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે શાહરૂખ ખાનને Y+ કેટેગરીની સિક્યોરિટી આપવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે એક આઇજી રેંકના અધિકારીને શાહરૂખ ખાનની સિક્યોરિટી વધારવાના નિર્દેશ આપ્યા છે. સમાચારોનું માનીએ તો કિંગ ખાનને આપવામાં આવનાર Y+ કેટેગરીની સિક્યોરિટી અંતગર્ત 5 હથિયારબંધ જવાન તેમના ઘરે તૈનાત રહેશે. તો બીજી તરફ પર્સનલ કવર તરીકે શાહરૂખ સાથે છ હથિયાર બંધ કમાંડો હાજર રહેશે. Y+ કેટેગરીની સિક્યોરિટીનો ખર્ચ કિંગ ખાન ઉઠાવશે. 


નવરાત્રિમાં ઉપવાસ રાખતા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, લોકો પૂછશે એનર્જીનું રાજ
ઓફિસના ટેબલ પર રાખો આ ચમત્કારી વસ્તુઓ, પ્રમોશન અને સફળતા પાક્કી


સલમાન ખાનને પણ મળી ચૂકી છે Y+ કેટેગરીની સિક્યોરિટી
માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ સુરક્ષાના જોખમને કારણે સલમાન ખાન (Salman Khan) ને પણ Y+ કેટેગરીની સુરક્ષા મળી છે. જો કે હવે ફિલ્મ જવાનના ઓવરઓલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 1103 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં શાહરૂખની સાથે નયનથારા અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળશે.

Vastu Tips: ઘરમાં કરોળિયા કરાવશે મોટું નુકસાન, આજે જ કરી દેજો સાફ
જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube