નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. 30થી વધુ લોકોની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે આજે મુંબઇના સાંતાક્રુજ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને પણ પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. 11 વાગ્યાથી મહેશ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે લગભગ 2 વાગ્યા સુધી ચાલી હતી. હવે પોલીસને નિર્માતાએ શું જાણકારી આપીત તે સામે આવવાનું બાકી છે. પરંતુ સાંભળવામાં આવ્યુ છે કે, પ્રોફેશનલ ઉપરાંત કેટલાક પર્સનલ સવાલ પણ મહેશ ભટ્ટથી પૂછવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, મહેશ ભટ્ટની નજીક હતી. રિયા આ વાતની જાણકારી પહેલાથી આપી ચુકી છે કે તે મહેશ ભટ્ટથી તેના પ્રોફેશનલ અને પર્સનલ મામલે સલાહ લેતી હતી.


આ પણ વાંચો:- એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ


સમાચાર સામે આવ્યા હતા કે, મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2માં સુશાંત સિંહ રાજપૂતની પહેલી પસંદ હતી પરંતુ બાદમાં આ રોલ આદિત્ય રોય કપૂરને આપવામાં આવ્યો. આ મામલે પણ પોલીસે મહેશ ભટ્ટને જરૂરથી સવાલ કર્યા હશે. આશા છે કે, ટૂંક સમયમાં નિવેદનથી જોડાયેલી જાણકારીઓ સામે આવશે. મહેશ ભટ્ટના સ્ટેટમેન્ટ બાદ મંગળવારના ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વથી પૂછપરછ કરવામાં આવશે. અને આ પણ સાંભળવા મળ્યું છે કે, આ મામલે કંગના રનૌત અને કરણ જોહરનું પણ નિવેદન નોંધવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- અમિતાભ બચ્ચનની આ ફોટો સાથે જુઓ તેમની રસપ્રદ પોસ્ટ, જાણો શું કહ્યું


ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે વિસરા રિપોર્ટ મુંબઇ પોલીસને મળી ગઇ છે. હજુ પેટ અને નખના સમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. પોલીસ નખનો ફોરેન્સિક રિપોર્ટ્સની રાહ જોઇ રહી છે જેથી કોઇ પ્રકારનું સ્ટ્રગલ માર્ક્સની પુષ્ટિ થઇ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube