B`day SPL: લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઇ હતી આ એક્ટ્રેસ, સંજય દત્તની Ex-વાઇફના કારણે તૂટ્યો હતો સંબધ
બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ મહિમાં ચૌધરી 13 સપ્ટેમ્બરે તેનો 45મોં બર્થડે ઉજવી રહી છે. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1973માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. મહિમાએ દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ઘઇની ‘પરદેશ’ ફિલ્મથી તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શાહરૂખ ખાન અને અમરીશ પુરી પણ હતા. જ્યારે લગ્ન પહેલા થઇ ગઇ હતી પ્રેગ્નેંટ....
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ મહિમાં ચૌધરી 13 સપ્ટેમ્બરે તેનો 45મોં બર્થડે ઉજવી રહી છે. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1973માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. મહિમાએ દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ઘઇની ‘પરદેશ’ ફિલ્મથી તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શાહરૂખ ખાન અને અમરીશ પુરી પણ હતા. જ્યારે લગ્ન પહેલા થઇ ગઇ હતી પ્રેગ્નેંટ....
મહિમાનું સાચું નામ ઋતુ ચૌધરી છે. તેઓ 1990-91માં કોલેજ લાઇફની સાથે મોડલિંગ અને ટીવી જાહેરાતમાં જોવા મળતી હતી. આ મોડલને આમિર ખાન અને એશ્વર્યા રાયની સાથે પેપ્સીની જાહેરાત કરવાની તક મળી હતી, જે ઘણી પોપ્યુલર થઇ હતી. ત્યારબાદ મ્યૂઝિક ચેનલોમાં મહિમાં વીજેનું કામ કરવા લાગી હતી. અહીંથી તેમના પર બોલીવુડના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સુભાષ ઘઇની નજર પડી અને મહિમાને ‘પરદેશ’ ફિલ્મથી બોલીવુડમાં બ્રેક મળ્યો હતો.
બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ ‘પરદેશ’ ફિલ્મમાં મહિમાનો રોલ શાહરૂખ ખાનની ઓપોઝિટમાં હતો. આ ફિલ્મમાં અમરીશ પુરી, અપૂર્વ અગ્નિહોત્રી અને આલોકનાથ સહિત ઘણા બીજા મહત્વના પાત્રો હતા.
ટેનિસ પ્લેયરની સાથે હતા રિલેશન
તે દરમિયાન ફેમસ મહિમા ચૌધરીના જાણીતા ટેનિસ પ્લેયર લિએંડર પેસની સાથે પણ રિલેશન હતા. પરંતુ છ વર્ષ પછી બંને અલગ થઇ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આ રિલેશન તૂટવા પાછળનું કારણ સંજય દત્તની બીજી પત્ની રિયા પિલ્લાઇ હતી. હકીકતમાં લિએંડરના જીવનમાં રિયાના આવ્યા પછી મહિમા ચૌધરીનું બ્રેકઅપ થઇ ગયું હતું. જોકે, આ ટેનિલ ખેલાડી સાથે લગ્ન કર્યાના થોડા સમય બાદ રિયા પણ છુટાછેડા લઇને અલગ થઇ ગઇ હતી.
મહિમાના બીજા લગ્ન
2006માં મહિમા ચૌધરીએ આર્કિટેક્ટ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. મહિમાએ આ લગ્ન ઉતાવડમાં કર્યા હતા. આ પાછળનું કારણ એવું હતું કે લગ્ન પહેલા તે પ્રેગ્નેંટ થઇ ગઇ હતી. મહિમાએ એક દીકરી આર્યનાને જન્મ આપ્યો હતો. મહિમા અને બોબીના લગ્ન વધારે સમય સુધી રહ્યા ન હતા.
આ ફિલ્મોમાં કામ કર્યું છે મહિમાએ
મહિમા ચૌધરીએ ‘દિલ ક્યાં કરે’, દાગ: ધ ફાયર, ‘ખેલાડી 420’, ‘પ્યાર કોઇ ખેલ નહીં’, ‘લજ્જા’, ‘ધડકન’, ‘બાગબાન’ ‘એલઓસી કારગિલ’, ‘તેરેનામ’, ‘દોબારા’, ‘જમીર’, ‘ગુમનામ ધ મિસ્ટ્રી ઓર ડાર્ક ચોકલેટ’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.