બોલીવુડમાં દિગ્ગજ કલાકારોમાં જેમની ગણતરી થાય છે તે પંકજ ત્રિપાઠી હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ મૈં અટલ હું ને લઈને ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું બીજુ ગીત રામ ધૂન રિલીઝ થયું હતું. જેને ખુબ પસંદ કરવામાં આવ્યું. ફિલ્મમાં અભિનેતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ 19મી જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થશે. જેને લઈને ફેન્સ પણ ખુબ એક્સાઈટેડ છે. આ બધા વચ્ચે અભિનેતાએ એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં પોાતની લાઈફ અંગે અનેક ખુલાસા કર્યા. ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાના બાળપણ અને ગામ સંબંધિત અનેક ચીજો વિશે ખુલીને વાત કરી. અભિનેતાએ જણાવ્યું કે તેઓ પોતાના બાળપણમાં જ્યારે 7માં અને 8માં ધોરણમાં હતા તો છોકરીઓ વચ્ચે ફેમસ થવા માટે સાઈકલથી સ્ટન્ટ કરતા હતા. 


ખાઈ લીધા હતા કીડા
આ ઉપરાંત અભિનેતાએ એમ પણ કહ્યું કે 'એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે સ્વિમિંગ શીખવાનો નિર્ણય કર્યો. અભિનેતાએ કહ્યું કે તેમના ઘરની પાછળ એક નદી હતી જેના ઉપર નાના મોટા કાળા કીડા તરતા રહેતા હતા. કેટલાક તોફાની છોકરાઓએ મને કહ્યું કે જો આ કીડાઓ તે ખાઈ જશે તો તેમને તરવાનું આવડી જશે. એટલે મે પણ 10-12 કીડા ઉઠાવ્યા અને તેમને પાણી સાથે પી ગયો. હાં એ વાતથી હું સંતુષ્ટ છું કે મારું પેટ બગડ્યું નહીં.'



આ કારણે બદલી અટક
આ સાથે પંકજ ત્રિપાઠીએ પોતાની સરનેમ ત્રિપાઠી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું કે કોઈ પિતાને તેમના પુત્રથી સરનેમ મળી હોય. મે 10મા ધોરણનું એન્ટ્રી ફોર્મ ભર્યું હતું. મારા કાકાજી તેમની સરનેમ ત્રિપાઠી લખતા હતા અને તેઓ સરકારમાં એક અધિકારી હતા. એક બાબા એવા હતા કે જે પોતાના નામ સાથે ત્રિપાઠી લગાવતા હતા અને તેઓ હિન્દીના પ્રોફેસર બની ગયા. મે વિચાર્યું કે જીવનમાં કઈ કરવા માટે મારે પણ મારા નામની પાછળ ત્રિપાઠી લગાવવું જોઈએ અને મે મારા ફોર્મ પર નામ પંકજ ત્રિપાઠી કરી નાખ્યું અને આથી જ મે પિતાજીના નામ પાછળ પણ સરનેમ ચેન્જ કરી નાખી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube