સુપરસ્ટાર રજનીકાંતનું મોટું એલાન, આવી ગયો રાજકીય ભૂકંપ
રજનીકાંતે કહ્યું કે તેઓ છેલ્લાં ઘણા સમયથી તામિલનાડુનું રાજકારણ જોઇ રહ્યા છે. તેમણે ડીએમકે અને એઆઇએડીએમકેનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો બદલાવ માંગે છે.
મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંતે (Rajinikanth) પોતાના ભવિષ્યના રાજકારણને લઇ પત્તા ખોલી નાંખ્યા છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ એક એવી પાર્ટી બનાવા જઇ રહ્યા છે જેમાં સરકાર અને પાર્ટી અલગ-અલગ કામ કરશે. રજનીકાંતના પ્લાન પ્રમાણે તેઓ પોતે પાર્ટીના નેતા હશે અને પોતે મુખ્યમંત્રી બનશે નહીં. રજનીકાંતે એમ પણ કહ્યું કે તેમની પાર્ટીનો નિયમ એ છે કે જે પણ નેતા પાર્ટીનું નેતૃત્વ કરશે તેઓ કયારેય સરકારનો હિસ્સો બનશે નહીં.
ઇરફાન અને કરીનાની Angrezi Medium જોતા પહેલાં વાંચી લો REVIEW
રજનીકાંતે કહ્યું કે તેઓ છેલ્લાં ઘણા સમયથી તામિલનાડુનું રાજકારણ જોઇ રહ્યા છે. તેમણે ડીએમકે અને એઆઇએડીએમકેનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો બદલાવ માંગે છે. રજનીકાંતે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં યુવાનો અને ભણેલા-ગણેલા લોકોને તક આપી તામિલનાડુમાં નવી લીડરશીપ તૈયાર કરવા માંગે છે. તેના માટે તેમણે એ નિર્ણય લીધો છે કે તેઓ પોતે સીએમ કેન્ડિડેટ બનશે નહીં.
હવે આ અભિનેતા અને તેમની પત્નીને થયો Corona Virus, કહ્યું- 'અમે શું કરી શકીએ?'
રજનીકાંતે આગળ કહ્યું કે પાર્ટી ખુદ જ અમારી સરકારને પ્રશ્ન પૂછશે અને કંઇ પણ ખોટું થશે તો અમારી પાર્ટી ખુદ જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે. અમે સમાંતર સરકાર ચલાવીશું નહીં. અમારી પાસે સીમિત સંખ્યામાં લોકો છે. અમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું. તામિલનાડુના લોકો માટે અમે જે પ્લાન તૈયાર કર્યો છે તેને લઇ અમે લોકોની વચ્ચે જઇશું. અમે આ અંગે નેતાઓ, પત્રકારો અને અધિકારીઓ સાથે પણ વાત કરી ચૂકયા છીએ પરંતુ કોઇપણ આ પ્લાન પર રાજી નથી. જોકે અમે અમારા આ પ્લાન પર આગળ વધીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube