મુંબઈ : ટેલિવિઝન પર ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી ભારે લોકપ્રિય થયેલી ટેલિવિઝન એક્ટ્રેસ કવિતા કૌશિક વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. કવિતાએ રિયલ લાઇફમાં માતા બનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કવિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘હું બાળક સાથે અન્યાય કરવા માગતી નથી. જો હું 40 વર્ષની ઉંમરે મા બનું તો મારુ બાળક જ્યારે 20 વર્ષનું થશે ત્યારે અમે બંને ઘરડા થઈ જઈશું. હું નથી ઈચ્છતી કે 20 વર્ષનું મારું બાળક ઘરડાં માતા-પિતાની સેવા કરે. અમે બીજા લોકોની જેમ માતા-પિતા બની શકીએ નહી. અમે અમારી દુનિયાને હળવું સ્થાન બનાવવા માગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે બાળક મુંબઈ જેવા ભીડભાડવાળા શહેરમાં આવે અને અહીંયા તેને સ્ટ્રગલ કરવું પડે’.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યામી ગૌતમનો મોટો ખુલાસો, કહી દીધું કે...


[[{"fid":"214710","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કવિતાએ વિશેષમાં કહ્યું છે કે મેં અને મારા પતિએ એકબીજામાં જ માતા-પિતા અને બાળક શોધી લીધા છે. ‘રોનિત જ્યારે નાનો હતો ત્યારે જ તેના માતા-પિતાનું મૃત્યુ થયું હતું જ્યારે હું મારા ઘરમાં એક માત્ર બાળક હોવાથી પરિવારના ભરણ પોષણ માટે મારે ઘણું હાર્ડ વર્ક કરવું પડ્યું છે. તેથી હવે અમે અમારુ જીવન એક બાળકની જેમ જીવી રહ્યા છીએ. ઘણીવાર હું તેની સાથે પિતા જેવું અને તે મારી સાથે માતા જેવું વર્તન કરે છે. અમે એકબીજા પાસે જે નથી તે પૂરુ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ, તેથી અમારે બાળકની જરૂર નથી’.


કવિતાએ 2017માં રોનિત બિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન ચર્ચામાં પણ રહ્યા હતા. કવિતાએ કેદારનાથ જઈને ભારે સાદગીથી લગ્ન કર્યા હતા. તેમણે ભગવાન શીવ સામે લગ્ન કર્યા પછી તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી હતી. કવિતા FIRમાં ચંદ્રમુખી ચૌટાલાના રોલ પહેલાં કહાની ઘર ઘર કી અને કુમકુમ જેવા સફળ ટીવી શોમાં દેખાઈ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...