મુંબઈ : બોલિવૂડમાં આ વર્ષ જબરદસ્ત જોડીઓનું રહ્યું છે. હાલમાં બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિવાય પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની જોરદાર ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી 14-15 નવેમ્બરે લગ્ન કરી રહી છે. લગ્ન પછી દીપિકા અને રણવીર બંને બેંગ્લુર અને મુંબઈમાં પોતાના પરિવાર માટે બે અલગ-અલગ રિસેપ્શન આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગની જેમ ફેલાયા દિલીપકુમારની વણસેલી તબિયતના સમાચાર પણ...


હકીકતમાં પહેલાં રણવીર-દીપિકાનું રિસેપ્શન 1 ડિસેમ્બરના દિવસે રાખવામાં આવ્યું હતું જ્યારે પ્રિયંકા અને નિક જોધપુર ખાતે 2 ડિસેમ્બરના દિવસે લગ્ન કરવાના હોવાની ચર્ચા છે.  પ્રિયંકા અને નિકના લગ્નનું સેલિબ્રેશન 30 નવેમ્બરના દિવસથી શરૂ થઈ જવાનું છે ત્યારે દીપિકા અને પ્રિયંકા એક જ સમયગાળામાં લગ્ન કરવાના હોવાના કારણે તેમની વચ્ચે જાણે સ્પર્ધા હોય એવો માહોલ ઉભો થયો હતો. આ સંજોગોમાં હવે રણવીર-દીપિકાએ રિસેપ્શનની તારીખ 1 ડિસેમ્બરમાંથી બદલીને 28 ડિસેમ્બર કરી નાખી છે જેથી આ તારીખોનો ક્લેશ પ્રિયંકાના લગ્નના સેલિબ્રેશન સાથે ન થાય. 


અબજોમાં વેચાવાનો છે RK સ્ટુડિયો ! અધધધ કિંમતમાં સોદો લગભગ ફાઇનલ


ડીએનએમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતાની દીકરીના લગ્ન ટ્રેડિશનલ સ્ટાઇલથી કરવા માગે છે જેના પગલે મહેંદી તેમજ સંગીત સેરિમની અનુક્રમે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેમજ નિક પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારત આવશે. તેઓ ત્રણ અલગ-અલગ ફંક્શન માટે જોધપુરના બે વેન્યુને પહેલાં ફાઇનલ કરી ચૂક્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...