મુંબઇઃ ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટી પોતાની ફિગરને લઇને ખૂબ સતર્ક રહે છે. તે પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે. તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. શિલ્પા શેટ્ટીએ કેટલાક સમય અગાઉ પોતાની ફિટનેસ એપ લોન્ચ કરી છે. એક  રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ ઓફર કરવામાં આવી હતી આ માટે તેને 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી પરંતુ શિલ્પાએ આ જાહેરાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ અનુસાર, એક આયુર્વેદિક કંપનીએ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, એક્ટ્રેસે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાની મનાઇ કરી દીધી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં  શિલ્પાએ કહ્યું કે, હું એવું કાંઇ વેચી ના શકુ જેના પર મને વિશ્વાસ ના હોય. જ્યારે પિલ્સ અને ફેડ ડાઇટ્સ તરત જ પરિણાનું વચન આપે છે તો તે લલચામણી હોઇ શકે છે પરંતુ કેટલીક પોતાની સારી દિનચર્યા અને યોગ્ય ભોજનને માત આપી શકશે નહીં. લાંબા સમયમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સારુ કામ કરે છે


નોંધનીય છે કે યોગ ક્વિન ગણાતી શિલ્પા શેટ્ટીએ યોગા નામની એપ લોન્ચ કરી છે. જે લોકોને યોગ કરવામાં સમસ્યા થતી હોય તેમને આ એપથી ફાયદો થશે. આ એપની મદદથી લોકો યોગને જીવનનો હિસ્સો બનાવશે. શિલ્પાનું માનવું છે કે યોગ અને મેડિટેશન દિનચર્યાનો હિસ્સો હોવો જોઈએ. શિલ્પાની સલાહ છે કે માત્ર યોગ દિવસે જ યોગ કરવાને બદલે રોજ ઓછામાં ઓછો 10 મિનિટનો સમય એના માટે ફાળવવો જોઈએ.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...