આલોક નાથને મળ્યા માથે વીજળી પડે એવા સમાચાર
સંસ્કારી બાબુજી તરીકે જાણીતા એક્ટર પર યૌનશોષણના આરોપ છે
મુંબઈ : સંસ્કારી બાબુજીના નામથી લોકપ્રિય કલાકાર આલોક નાથ વિરૂદ્ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે (આઇએફટીડીએ)છ મહિનાનો નોન કોઓપરેટિવ ડિરેક્ટિવ અસહયોગ જાહેર કર્યો છે. આનો સીધો મતલબ છે કે હવે આટલા સમય સુધી કોઈ કલાકાર આલોક નાથ સાથે કામ નહીં કરે.
આઇએફટીડીએ પ્રમુખ અશોક પંડિતે માહિતી આપી છે કે સાથીદાર વિન્તા નંદાની ફરિયાદ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આઇએફટીડીએની ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટીએ ત્રણ વખત આલોક નાથને બોલાવ્યા પણ તેમણે તપાસનો હિસ્સો બનવાની સ્પષ્ટ ના પાડી દેતા આ નિર્ણય લેવો પડ્યો છે. નોંધનીય છે કે આલોક નાથ પર લેખિકા વિન્તા નંદાએ યૌન શોષણ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
અશોક પંડિતે નિવેદન આપ્યું છે કે અમારો પ્રયાસ છે કે યૌન ઉત્પીડનની ઘટનાઓને બિલકુલ સહન ન કરવામાં આવે. દરેક વ્યક્તિને મહત્વ આપવામાં આવે જેથી કામ કરવાનો માહોલ સુધરી શકે. સ્ત્રીઓ અને પુરુષો એકબીજા સાથે કામ કરે અને એકબીજાનું સન્માન કરે.