મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષયકુમાર અને જાણીતા પ્રોડ્યુસર ભુષણકુમાર વચ્ચે થયેલા વિવાદ વિશે બધાને ખબર છે. ભુષણકુમારે અક્કીને પોતાના પિતા ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ માટે 'મોગલ' માટે સાઇન કર્યો હતો પણ કોઈ અકળ કારણોસર તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. જોકે હવે ભુષણ કુમારે તેની સુપરહિટ ફિલ્મ ભુલ  ભુલૈયાની સિક્વલમાંથી અક્ષયને દરવાજો દેખાડીને આ વાતનો બદલો લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ મિરરના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભુષણ કુમાર બહુ જલ્દી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ભુલ ભુલૈયાની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભુષણ કુમાર લાંબા સમયથી ભુલ ભુલૈયાની સિક્વલ બનાવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. હાલમાં આ ફિલ્મ પ્રિ પ્રોડક્શનના સ્ટેજમાં છે અને એમાં નવા કલાકારોને લેવામાં આવશે. ભુષણ કુમારે ભુલ ભુલૈયા 2 નામનું એક ટાઇટલ પણ રજિસ્ટર કરાવ્યું છે અને બહુ જલ્દી આ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે. 


કેન્દ્રિય મંત્રીએ કરી હતી રિતેશના પિતા પર કમેન્ટ, એક્ટરનું લોહી ઉકળ્યું અને આપ્યો જડબાતોડ જવાબ


ભુલ ભુલૈયાને ડિરેક્ટર પ્રિયદર્શને બનાવી હતી અને આ ફિલ્મ બોક્સઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની વાર્તા ભારતમાં ફેલાઈ રહેલા ભુતો વિશેના અંધ વિશ્વાસ પર આધારિત હતી જેને એક ડોક્ટર તોડે છે. આ ડોક્ટર સમજાવે છે કે હકીકતમાં આવી વસ્તુઓ નથી હોતી પણ આપણું મગજ અંગત અનુભવના સિગ્નલ આપે છે જેના પગલે આપણે કાલ્પનિક દુનિયાનું નિર્માણ કરીએ છીએ. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...