નવી દિલ્હી : અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજા માટે બહુ લકી સાબિત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સમયે પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી આ જોડી સતત ચર્ચામાં રહે છે. હાલમાં પ્રિયંકાનો સમાવશ ફોર્બ્સના લિસ્ટમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં થયો છે જ્યારે નિકનું ગીત સતત વર્લ્ડ નંબર 1ના સ્થાને છે. હવે આ જોડીનો સમાવેશ હોલિવૂડના ટોચના સિનિયરોની યાદીમાં થવા લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસની પસંદગી મેટ ગાલા હોસ્ટ કમિટીના સભ્ય તરીકે કરવામાં આવી છે. આ કમિટીના અન્ય સભ્યોમાં લેના વેથ, કૈટી પેરી, જૈરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રોર્ડિગેઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે કે તે અને નિક આ વર્ષે મૈટ બોલ કમિટીના સભ્ય છે. 


આ મેટ ગાલા સાથે પ્રિયંકા અને નિકનો સંબંધ બુહ જુનો અને યાદગાર છે. પ્રિયંકા અને નિક બે વર્ષ પહેલાં મેટ ગાલાના રેડ કાર્પેટ પર એકબીજા સાથે ચાલ્યા હતા. આ પ છી જ બંને એકસાથે હોવાના સમાચાર વહેતા થયા હતા. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...