બ્રેકિંગ : મલાઇકા પહેલાં અરબાઝ કરી લેવાનો છે લગ્ન?
બોલિવૂડ સ્ટાર અરબાઝ ખાન 19 વર્ષ સુધી પત્ની મલાઇકા અરોરા સાથે રહ્યા પછી 2017માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી મલાઇકાના અર્જુન કપૂર સાથે લગ્નની ચર્ચાના સમાચાર આવી રહ્યા છે ત્યારે એક પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.
મુંબઈ : બોલિવૂડ સ્ટાર અરબાઝ ખાન 19 વર્ષ સુધી પત્ની મલાઇકા અરોરા સાથે રહ્યા પછી 2017માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી મલાઇકાના અર્જુન કપૂર સાથે લગ્નની ચર્ચાના સમાચાર આવી રહ્યા છે ત્યારે એક પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. હાલમાં અરબાઝે એલાન કર્યું છે કે તે બીજીવાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.
હાલમાં અરબાઝ એક ઇવેન્ટ પર ગયો હતો. આ ઇવેન્ટમાં તેણે કહ્યું હતું કે લગ્ન એક એવી સંસ્થા છે જે વર્ષોથી આપણા દેશમાં છે. કેટલાક લગ્નો નથી ટકતા પણ એનો મતલબ એ નથી કે સંસ્થા ખરાબ છે. હું બીજી વાર લગ્ન પણ કરી શકું છે પણ એ માટે યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિની મારા જીવનમાં હાજરી જરૂરી છે.
ચર્ચા પ્રમાણે અરબાઝ બહુ જલ્દી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને જીવનસાથી બનાવી લેશે. ખાનપરિવારના નજીકના સુત્રએ માહિતી આપી છે કે અરબાઝને આ લગ્ન કરવા માટે તેનો પરિવાર ચોખ્ખી ના પાડી રહ્યો છે પણ આમ છતાં તે પરિવારની મરજી વગર પણ આ લગ્ન કરવા માગે છે. નોંધનીય છે કે અરબાઝ હાલમાં 16 વર્ષના દીકરા અરહાનનો પિતા છે.
સલમાનનો નાનો ભાઈ અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની કરિયરને કારણે નહીં પણ અંગત જીવનને લીધે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અરબાઝ ક્યારેક તેની એક્સ વાઈફ મલાઈકા અરોરા તો ક્યારેક ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને મીડિયામાં ચમકતો રહે છે. ઈટાલિયન મોડલ જ્યોર્જિયા અને અરબાઝની રિલેશનશિપ અંગે અનેક વાતો સામે આવી રહી છે. અરબાઝના જન્મદિવસે હાલમાં જ્યોર્જિયાએ પણ અરબાઝ સાથેનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેને બર્થડેની શુભકામના પાઠવી હતી.