મુંબઈ : હાલમાં બોલિવૂડમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું પ્રેગનન્સીની ભારે ચર્ચા છે. આ વખતે રણવીર અને દીપિકા એક કોમેન્ટના કારણે ચર્ચામાં છે. રણવીર સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ફેન્સ સાથે રણવીર લાઈવ ચેટ કરતો હતો એ દરમિયાન જ દીપિકાએ ચેટમાં મજેદાર કોમેન્ટ કરી. દીપિકાએ લખ્યું, ‘Hi Daddie’ અને સાથે જ બાજુમાં નાના બાળકનું ઈમોજી મૂક્યું. દીપિકાની આ કમેન્ટના પગલે તેની પ્રેગનેન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીરે દીપિકાની આ કોમેન્ટ પર તરત જ જવાબ આપ્યો અને કહ્યું, ‘હાય બેબી’. જો કે, આ ચેટમાં અર્જુન કપૂરની કોમેન્ટ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. અર્જુને લખ્યું, બાબા, ભાભી તને એક આપવાની છે. હાલમાં દીપિકા અને રણવીર આજકાલ લંડનમાં ફિલ્મ ’83’નું શૂટિંગ કરી રહ્યા છે. 


થોડા સમય પહેલાં બોલિવૂડ લાઇફમાં આવેલા રિપોર્ટ પ્રમાણે  દીપિકા 'છપાક' પછી ફિલ્મી પડદાથી દૂર થઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકા હવે પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. દીપિકા હવે પરિવારને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા લગ્ન પછી ખુશ છે. હાલમાં રણવીર અને દીપિકાએ આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લીધો. હાલમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને આ કમિટમેન્ટ પુરું કર્યા પછી જ બંને આ મામલે નિર્ણય લેશે. લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે દીપિકા અને રણવીર હવે ફિલ્મ '83' માં દેખાશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...