મુંબઈ : ટેલિવિઝન સિરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં દિવ્યાંકા ત્રિપાઠીના પતિના રોલમાં જોવા મળનાર એક્ટર કરણ પટેલ નજીકના ભવિષ્યમાં પિતા બનવાનો છે. બોમ્બે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવ પ્રેગનન્ટ છે. અંકિતા આ વર્ષ નવેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિંગર હવે મુસ્લિમ સંગઠનના ટાર્ગેટ પર કારણ કે...


આ મામલે જ્યારે બોલિવૂડ લાઇફે કરણ પટેલ સાથે વાત કરી તો તેણે આ પ્રેગનન્સીની ચર્ચાને અફવા ગણાવી. તેણે કહ્યું કે હું અત્યારે ભારતમાં નથી અને આ તમામ ચર્ચા અફવા છે. જો હું પિતા બનવાનો હઇશ તો ચોક્કસ માહિતી આપીશ. આમ, કરણ પટેલે તો આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે પણ સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે અંકિતાની પ્રેગનન્સી હકીકત છે. 



મીડિયા રિપોર્ટ પ્રમાણે કરણ અને અંકિતા આ પ્રેગનન્સીના સમાચાર સાંભળીને બહુ ખુશ છે પણ આ વાતને હજી સિક્રેટ રાખવા ઇચ્છે છે. આ બંનેના લગ્ન 2015માં થયા હતા. અંકિતા અને કરણ બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. આ બંનેની મુલાકાત અલી ગોનીએ કરાવી હતી. અલીને કરણ માટે અંકિતા પર્ફેક્ટ લાગી હતી. અંકિતા એક્ટર અભય ભાર્ગવની દીકરી છે જે 'યે હૈ મોહબ્બતેં'માં કરણ પટેલના સસરાનો રોલ ભજવી રહ્યા છે.