મુંબઈ : બોલિવૂડ સ્ટાર  ઐશ્વર્યા રાય બચ્ચન અને તેના સાસુ-સસરા લાંબા સમયથી એક જ્વેલરી બ્રાન્ડને એ્ન્ડોર્સ કરી રહ્યા છે. હાલમાં અમિતાભની દીકરી શ્વેતાએ પણ આ જ્વેલરી બ્રાન્ડ માટે એડ શૂટ કરી હતી. જોકે હવે એમાં કંઈ  મોટાપાયે ફેરબદલ થઈ હોવાના સંકેત મળ્યા છે. હાલમાં કેટરિના કૈફે જાજરમાન જ્વેલરી સાથે પોતાની તસવીરો ટ્વીટ કરી છે અને રસપ્રદ વાત તો એ છે કે આ ટ્વીટ સાથે તેણે જ્વેલરી બ્રાન્ડને ટેગ કરી છે જેના માટે અત્યાર સુધી ઐશ્વર્યા રાય એન્ડોર્સમેન્ટ કરતી હતી. હાલમાં કેટરિના પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે તેને આ મોટો પ્રોજેક્ટ મળ્યો હોવાની ચર્ચા છે. 


બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંક થશે બંધ, મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય


કરિયરની વાત કરીએ તો કેટરિનાની આગામી ફિલ્મ છે આનંદ એલ. રાયની 'ઝીરો'. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન તેમજ અનુષ્કા શર્મા કામ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અભય દેઓલ પણ આ ફિલ્મમાં કેટરિનાના બોયફ્રેન્ડનો રોલ કરી રહ્ય છે.  આ ફિલ્મ 2018ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.