મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર બહુ જલ્દી કબીર સિંહના દમદાર રોલમાં જોવા મળશે. જોકે હાલમાં ચોંકાવનારી માહિતી પ્રમાણે આ ફિલ્મના મેકર્સ મૂળ રોલમાં શાહિદ કપૂરને નહીં પણ અર્જુન કપૂરને સાઇન કરવા માગતા હતા. અંગ્રેજી વેબસાઇટ મુંબઈ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં સંદીપ વાંગાએ સ્વીકાર્યું હતું કે તેમની પહેલી પસંદ અર્જુન કપૂર હતો. આ વિશે વિગતવાર વાત કરતા અર્જુન વાંગાએ જણાવ્યું હતું કે આ વાત સાચી છે પણ આ ફિલ્મ વિશે શાહિદ સાથે બહુ પહેલાં વાત થઈ ગઈ હતી. આ પછી કોઈ બીજા સાથે વાત કરવાનું મને યોગ્ય નહોતું લાગ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અન્ય ચર્ચા પ્રમાણે મૂળ આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હતો. ડાયરેક્ટર સંદીપ વાંગા અર્જુન રેડ્ડી ફિલ્મમાં રણવીર સિંઘને લેવા ઇચ્છતા હતા પરંતુ પદ્માવતી પછી પોતે નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ્સ ઓછા કરવા માગે છે એવું જણાવીને રણવીર સિંહે આ ફિલ્મ જતી કરી હતી. આ પછી ફિલ્મ સર્જકે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને શાહિદને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી. પદ્માવતીમાં રાજપૂત રાજવીનો રોલ કર્યા બાદ શાહિદ માટે આ સાવ અલગ રોલ હતો કારણ કે એમાં નેગેટિવ શેડ્સ છે.


આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. સંદિપ રેડ્ડી વાંગ આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં શાહિદ એક ડ્રગ્સ એડિક્ટ અને દારુડિયો છે. આ ફિલ્મ તા. 21 જૂનના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે. દિલ તૂટ્યા બાદ ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહેલા પ્રેમીના રોલમાં શાહિદે જીવ ફુંકી દીધો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...