બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાનો આપઘાત, જાણો કેમ કર્યું મોતને વ્હાલું
Malaika Arora Father Death: મલાઈકા અરોરાના ઘરે મોટો અનહોની થઈ છે. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટના સવારે 9 વાગ્યે બની હતી.
બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ (Malaika Arora Father) બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે બાંદ્રા સ્થિત પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.
આ દુઃખદ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. અનિલે બાંદ્રા સ્થિત પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેમણે શા માટે આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. મલાઈકાને (Malaika Arora) તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી. જે મુંબઈ આવવા માટે નીકળી છે.
આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો (Malaika Arora) પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચ્યો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
અરબાઝ ખાનની સાથે સીનિયર પીઆઈ મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ અરોરા ગયા વર્ષે બીમાર પડ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એવું પણ માનવામાં આવે છે કે અનિલ અરોરા છેલ્લા કેટલાક સમયથી સતત બીમાર હતા. અનિલ અરોરાની આત્મહત્યાના સમાચાર મળતા જ સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે. આ મુશ્કેલ સમયમાં અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભો જોવા મળે છે. અરબાઝ એ સ્થળ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિઓમાંથી એક છે. તે પોલીસ સાથે પણ સતત વાત કરી રહ્યો છે.