નવી દિલ્હી: મલાઇકા અરોડા ગત મહિને રિતેશ સિદવાનીની હોસ્ટ કરવામાં આવેલી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની પાર્ટીમાં કંઇક આ પ્રકારે પહોંચી કે તેના ચર્ચા પુરી સોશિયલ મીડિયા પર થવા લાગી. પોતાની BFF ગેંગ (કરીના, કરિશ્મા અને અમૃતા) ની સાથે જ્યારે તે પાર્ટીમાં પહોંચી તો બધાની નજર અને કેમેરો તેમના પર અટકી ગયો. કારણ કે તે એકદમ સુંદર લાગી રહી હતી. પરંતુ તેમના પારદર્શક કપડાંના લીધે તેમને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી. જેને લઇને મલાઇકાએ આકરો જવાબ આપ્યો છે. 


મલાઇકાએ હોલીવુડ સેલેબ્સ સાથે કરી તુલના
રિએલિટી શો જજ મલાઇકા અરોરાએ આ પાર્ટીમાં શીયર એબ્રોડરીવાળો ડ્રેસ પહેર્યો હતો. મલાઇકાના અનુસાર  લોકો જેનિફર લોપેજ અને રિહાના જેવા હોલીવુડ સુપરસ્ટાર્સ પર આ પ્રકારના કપડાં પસંદ કરે છે, પરંતુ જો ઇન્ડીયન સેલેબ્સ કંઇક આ પ્રકારે કપડાં પહેરે છે તો તેમને જજ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube