Malaika Arora and Arbaaz Khan Divorce: મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાન (Arbaaz Khan) એ લગ્નના 19 વર્ષ બાદ તલાક લીધા છે. તલાક લીધા બાદ લાંબા સમય મલાઈકાએ તલાકનું કારણ છુપાવ્યુ હતું. પરંતુ આખરે આ કારણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે બંને પોતાના લગ્નથી ખુશ ન હતા. તેની અસર તેમના સંતાનો પર પડી રહી હતી. આ ઉપરાંત પરિવારના બીજા મેમ્બર્સ પર પણ તેની અસર પડી રહી હતી. કરીના કપૂરના એક ચેટ શોમાં મલાઈકાએ પોતાની અંગત માહિતીનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તલાક વિશે બીજીવાર વિચારવા માટે તેમના પરિવાર તરફથી ભારે દબાણ હતું. મલાઈકાએ કહ્યું કે, તલાક લેવા માટે તમને કોઈ પરિવાર નહિ કહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાઈકાએ કહ્યું કે, હું બધાની વાત બહુ જ ધ્યાનથી સાંભળી રહી હતી. પરંતુ હું અલગ થવા માટે માનસિક રીતે તૈયાર થઈ ચૂકી હતી.


આ પહેલા અરબાઝે પણ એક ઈન્ટરવ્યૂમાં પોતાના તલાક વિશે કહ્યું હતું કે, તલાક લેવો જરૂરી હતો. કેમ કે, તેમની પાસે આ સિવાય કોઈ ઓપ્શન ન હતો. અમારો સંબંધ એવી સ્થિતિ પર આવીને ઉભો હતો કે, જ્યાં માત્ર એક જ રસ્તો બચતો હતો. સૌથી મોટી ચિંતાની વાત તો એ હતી કે, જે પણ થઈ રહ્યુ હતું તેમાં અમારો દીકરો પણ સામેલ હતો. 



અરબાઝે કહ્યું કે, જે સમયે ડિવોર્સની વાત ચાલી રહી હતી ત્યારે તેમનો દીકરો માત્ર 12 વર્ષનો હતો. તેની કસ્ટડી પણ મલાઈકા પાસે જ છે. તેથી તેઓ આ માટે લડવા માંગતા નથી. કેમ તેઓ જાણે છે કે એક માતા પોતાના દીકરાની સારસંભાળ સારી રીતે કરી શકે છે. પુખ્ત થયા બાદ તેઓ ખુદ આ બાબતનો નિર્ણય કરશે કે તેમને કોની સાથે રહેવુ છે. 
 
આ તલાક લેવા અરબાઝ માટે બહુ જ મોંઘા પડ્યા હતા. કારણ કે, મલાઈકાએ મોટી રકમ એલ્યુમની માટે માંગી હતી, જે અરબાઝને ચૂકવવાની થતી હતી. 


એક્ટ્રેસે આ બાબતે કહ્યું કે, તલાકના બદલામાં તેમને 10 કરોડ રૂપિયા જોઈતા હતા. એક વેબસાઈટના ખબર અનુસાર, કપલ સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, મલાઈકા આ રકમ લેવા તૈયાર ન હતી. તેથી અરબાઝે તેમને દિલ ખોલીને 10 કરોડને બદલા 15 કરોડ રૂપિયા આપ્યા હતા, અને બંનેએ ખુશીથી તલાક લીધા હતા.