OMG! મલાઈકાના છોકરાએ સગા કાકા સલમાન ખાનની જાહેરમાં પીટાઈ કરી હતી, કારણ જાણી દંગ રહેશો
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા હાલ ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. મલાઈકાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરી લીધી છે. આ બધા વચ્ચે સલમાન ખાનનો એક જૂનો ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દબંગ ખાને જણાવ્યું હતું કે કેવી રીતે ભત્રીજો અરહાન તેમને મલાઈકાનો દુશ્મન સમજી બેઠો હતો.
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા હાલ ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. મલાઈકાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ મલાઈકાનો પરિવાર તૂટી ગયો છે. પરંતુ દુખની આ ઘડીમાં અભિનેત્રીના એક્સ હસબન્ડ અરબાઝ ખાન અને તેમનો આખો પરિવાર અભિનેત્રીના પડખે છે. આ બધા વચ્ચે સલમાન ખાનનો એક જૂનો ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દબંગ ખાને જણાવ્યું હતું કે કેવી રીતે ભત્રીજો અરહાન તેમને મલાઈકાનો દુશ્મન સમજી બેઠો હતો.
સલમાનને માનતો હતો દુશ્મન
સલમાન ખાનની ફિલ્મ દબંગ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મલાઈકા અરોડાનું આઈટમ સોંગ મુન્ની બદનામ હુઈ એ ખુબ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મમાં અરબાઝ ખાને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સલમાન ખાને અરબાઝ ખાનની ખુબ પિટાઈ કરી હતી. ફિલ્મનો આ સીન દર્શકોને પણ ખુબ ગમ્યો હતો અને થિયેટરમાં તેના પર ખુબ સીટીઓ પણ વાગતી હતી. જો કે ફિલ્મમાં આ સીન જોયા બાદ મલાઈકાનો પુત્ર ખુબ નારાજ થયો હતો. હકીકતમાં અરહાને સલમાન ખાનને પોતાનો દુશ્મનો ગણી લીધો હતો.
સલમાનની પીટાઈ
આ વાતનો ખુલાસો સલમાન ખાને પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. સલમાન ખાને જણાવ્યું હતું કે જેવો અરહાને અરબાઝની પીટાઈવાળો સીન જોયો તો તે રડતો રડતો આવ્યો અને મને મારવાનું શરૂ કરી દીધુ હતું. સલમાન ખાને જણાવ્યું કે જેવી ફિલ્મની ટ્રાયલ ખતમ થઈ કે અરહાન રડતો રડતો મારી પાસે આવ્યો અને મને મારવાનું શરૂ કરી દીધુ હતું. અરહાને રડતા રડતા કહ્યું કે તમે મારા પપ્પાને કેમ માર્યા? તેણે મને ખુબ જોર જોરથી માર્યું. ત્યારબાદ મે તેને ગળે લગાવ્યો અને પછી અરબાઝને બોલાવ્યો. અરબાઝે પણ અરહાનને ગળે લગાવ્યો ત્યારે તે શાંત પડ્યો.