VIDEO મલાઈકાએ પહેર્યો જબરદસ્ત બોલ્ડ સ્કિનટાઈટ ડ્રેસ, અભદ્ર ટિપ્પણીઓનો થયો વરસાદ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની ફિટનેસ અને મોડલિંગ સંબંધિત વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હવે મલાઈકાની કેટલીક તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. જે તેણે પોતે તો શેર નથી કર્યાં પરંતુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મલાઈકા જીમ લૂકમાં જોવા મળી રહી છે. તેણે સ્કિન કલરનો બોડીસૂટ પહેર્યો છે. મલાઈકાનો એક વીડિયો વિરલ ભાયાણીએ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા તેની કારમાંથી ઉતરીને જીમ તરફ જઈ રહી છે. ત્યારે ફોટોગ્રાફર્સ તેને તસવીરો માટે કહે છે તો મલાઈકા પાછળ વળીને પોઝ પણ આપે છે. અત્રે જણાવવાનું કે મલાઈકાની જેમ જ સ્કિન ટાઈટ આઉટફિટમાં કેટરીના પણ જોવા મળી ચૂકી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube