નવી દિલ્હી: કેરળની પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી સૂર્યા શિશકુમાર, તેની માતા અને બહેનની નકલી ચલણી નોટો છાપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ અભિનેત્રી ઉપર દેવું થઈ ગયું હતું અને તેને પૂરું કરવા માટે તે પોતાના ઘરમાં નકલી નોટો છાપવાનું કામ કરતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500 રૂપિયાની નકલી નોટો છપાતી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં 500 રૂપિયાની નકલી ચલણી નોટો છપાતી હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીઓના અનુમાન મુજબ છેલ્લા 8 મહિનાઓમાં લગભગ 57 લાખ નકલી નોટો છપાઈ છે. પોલીસનો આરોપ છે કે સૂર્યા શશિકુમાર તેની માતા અને બહેન સાથે મળીને કેરળના ઈડુક્કી જિલ્લાના કટ્ટપના સ્થિત પોતાના ઘરમાં નકલી નોટો છાપવાનું કામ કરતી હતી. ઘરના બીજા માળે નકલી નોટોનું છાપકામ થતું હતું. પોલીસને આશંકા છે કે નકલી નોટોની આ છપાઈના કામમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. પોલીસે હાલ આ લોકોની જાણકારી મેળવવા પ્રયત્નો કરી રહી છે. 



અભિનેત્રીની માતા હતી મુખ્ય ભૂમિકામાં
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નોટ છાપવાના મામલે અભિનેત્રીની માતાની મુખ્ય ભૂમિકા હતી. તે આ નકલી નોટો છાપવાના રેકેટમાં મુખ્ય ભૂમિકા ભજવતી હતી. નકલી નોટોની છપાઈ માટે પરિવારે 4.36 લાખ રૂપિયા ખર્ચ કરીને અનેક ઉપકરણો  લગાવ્યાં હતાં. પોલીસે સૂર્યાના ઘર પર પાડેલા દરોડામાં નકલી નોટો પણ જપ્ત કર્યા છે. તેના ઘરેથી લગભગ 2.25 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. એવી ડિલ કરાઈ હતી કે જે પણ લાભ થશે તેનો અડધો ભાગ અભિનેત્રીની માતાને આપી દેવાશે. 


કેટલાક લોકો પકડાતા થયો ઘટસ્ફોટ
નકલી નોટો મામલે થોડા દિવસ પહેલા પોલીસે 3 લોકોને રંગે હાથ પકડ્યા હતાં. તેમની પૂછપરછમાં અભિનેત્રી સૂર્યા શશિકુમારનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા માહિતી સાચી પડી હતી. પોલીસે કાર્યવાહી કરતા અભિનેત્રી સાથે માતા અને બહેનની પણ ધરપકડ કરી. પોલીસ ત્રણેયની પૂછપરછ કરીને રેકેટમાં સામેલ કેટલાક લોકોની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.