હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Malayalam TV actor: નવા વર્ષના માત્ર 3 દિવસ પહેલા જ એક જાણીતા અભિનેતાનું અવસાન થયું છે. આ અભિનેતાના અવસાનથી દરેક શોકનો માહોલ છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ અભિનેતાની ડેડ બોડી હોટલના રૂમમાંથી મળી આવી હતી.
Dileep Shankar Passes Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણા શોમાં અભિનય કરનાર અભિનેતા દિલીપ શંકરનું અવસાન થયું છે. દિલીપે થોડા દિવસો પહેલા એક હોટલમાં ચેક ઇન કર્યું હતું અને હવે તે એ જ હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર અભિનેતાના રૂમમાંથી દુર્ગંધ આવી રહી હતી. જે બાદ જ્યારે હોટલના સ્ટાફે દરવાજો તોડ્યો તો અભિનેતાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. આ મલયાલમ અભિનેતાના નિધનના સમાચારથી દરેક લોકોમાં શોકનો માહોલ છે.
તપાસ હાથ ધરાઈ
અભિનેતાના મોતના સમાચાર મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, પ્રારંભિક રિપોર્ટમાં કોઈ પ્રકારનું ષડયંત્ર હોવાના સંકેત મળ્યા નથી. અભિનેતાનું તિરુવનંતપુરમની એક હોટલમાં અવસાન થયું હતું. દિલીપ શંકર છેલ્લે ફેમસ સિરિયલ 'પંચાગ્નિ'માં ચંદ્રસેનનના રોલમાં જોવા મળ્યા હતા. આ શોના ડિરેક્ટરે જણાવ્યું કે, દિલીપ ગંભીર બીમારીથી પીડિત હતા. જેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ આ રોગ કયો હતો તે બહાર આવ્યું નથી.
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી
આ રોલથી તાળીઓ જીતી
મલયાલમ અભિનેતા દિલીપ શંકરનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો આઘાત છે. તે છેલ્લે સ્ક્રીન પર 'પંચાગ્નિ' શોમાં ચંદ્રસેનનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સાથે જ ફિલ્મ 'અમ્માયારિયાથે'માં પીટરના રોલથી લોકોના દિલ જીતી લીધા હતા. નોંધનીય છે કે, ફિલ્મ મેકર શ્યામ બેનેગલના નિધન બાદ આ મોટા અભિનેતાના મૃત્યુએ લોકોને હચમચાવી દીધા છે.