Heeramandi: સંજય લીલા ભણસાલી તેના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. હાલ તેની અપકમિંગ વેબ સીરીઝ હીરામંડીને લઈ ઈંટરનેટ પર ધૂમ મચી છે. આ વેબ સીરીઝમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, અદિતી રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ જોવા મળશે. જો કે આ વેબ સીરીઝના મેલ કેરેક્ટર્સ પણ દમદાર છે. આ વેબ સીરીઝના મેલ કેરેક્ટર્સના પોસ્ટર પણ જ્યારથી સામે આવ્યા છે ત્યારથી લોકોની આતુરતા ચરમસીમાએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ છે શાહરુખ ખાનની લો રેટેડ ફિલ્મ, એક Kiss ના કારણે ફિલ્મને રિલીઝ થતા 10 વર્ષ લાગ્યા


આ વેબ સીરીઝથી અભિનેતા ફરદીન ખાન 14 વર્ષે સ્ક્રીન પર ફરી અભિનય કરતો જોવા મળશે. સાથે જ આ સીરીઝમાં શેખર સુમન અને તેનો દીકરો અધ્યયન સુમન પણ એકસાથે જોવા મળશે.  14 વર્ષ પછી અભિનય ક્ષેત્ર કમબેક કરનાર ફરદીન ખાનનો લુક વાયરલ થયો છે. છેલ્લે ફરદીન ખાન ફિલ્મ દુલ્હા મિલ ગયામાં જોવા મળ્યો હતો.



નેટફ્લિક્સના ઈંસ્ટા પેજ પર હીરામંડી વેબ સીરીઝના નવા પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીની આ વેબ સીરીઝમાં શેખર સુમન પણ જોવા મળશે. શેખર સુમન ઝુલ્ફિકારના પાત્રમાં જોવા મળશે. 



વેબ સીરીઝમાં તાહા શાહ પણ અભિનય કરતો જોવા મળશે. મેકર્સે તેનું પહેલું પોસ્ટર પણ શેર કર્યું છે. આ કલાકારોના લુક જોઈ લોકોમાં વેબ સીરીઝને લઈ આતુરતા વધી છે. 



વેબ સીરીઝમાં અધ્યયન સુમન પણ મહત્વના રોલમાં જોવા મળશે. અધ્યયન સુમન અને શેખર સુમન પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરશે. વેબ સીરીઝના આ પાત્રોને જોઈ ફેન્સની આતુરતા વધી ચુકી છે.



સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ હીરામંડી 1 મે 2024 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મના કેટલાક ગીત પણ રિલીઝ થઈ ચુક્યા છે.