તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ કર્યો છે. જો કે કામ ખોવાની બીકે શરૂઆતમાં તેમણે તે નજરઅંદાજ કર્યું. જેનિફરે એમ પણ કહ્યું કે સેટનો માહોલ ખુબ પુરુષવાદી છે. અહીં ફક્ત પુરુષોનું ચાલે છે અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે. હવે આ સમગ્ર મામલે શોમાં ભીડે માસ્તરની  ભૂમિકા ભજવતા મંદાર ચંદવાડકરનું નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું ભીડે માસ્તરે? 
'પિંકવિલા' એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલના કોએક્ટર મંદાર ચંદવાડકર સાથે વાતચીત  કરી. જો કે મંદાર ઉર્ફે ભીડેએ કહ્યું કે, 'હું સ્તબ્ધ છું કે તેમણે આવું કેમ કર્યું. તેમની વચ્ચે શું થયું હતું તે વાત વિશે મને કોઈ જાણકારી નથી.' જેનીફર મિસ્ત્રીના પુરુષવાદી કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા મંદાર સંદવાડકરે કહ્યું કે 'આ પુરુષ રૂઢિવાદી જેવી જગ્યા બિલકુલ નથી. આ એક સ્વસ્થ વાતાવરણની સાથે એક ખુશનુમા જગ્યા છે. નહીં તો આ શો આટલા લાંબા સમય સુધી ચાલ્યો ન હોત.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube