મુંબઈ : કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી' થિયેટરમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસની સરખામણીમાં બીજા દિવસે ડબલ કરતા પણ વધારે કમાણી કરી છે. પ્રજાસત્તાક દિવસે આ ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ આંકડા પ્રમાણે મણિકર્ણિકાએ બીજા દિવસે 18.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8.75 કરોડ રૂપિયાની કમાણી કરીને સફળતા મેળવી છે. આમ, આ ફિલ્મે અત્યાર સુધી 26.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી શુક્રવાર (25 જાન્યુઆરી)એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબરોય, ડૈની અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે. 


સની દેઓલે શેયર કરી માતા પ્રકાશ કૌરની એવી તસવીર, જોઈને તમે પણ થઈ જશો ખુશ


રાધા કૃષ્ણ, જગરલામુડી અને કંગનાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ થઈ છે. દેશની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાનીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કહેવાય છે કે તેની આંખોમાંથી ક્રાંતિ અને ગુસ્સો વરસતો હતો અને ફિલ્મમાં તે ક્રાંતિ અને ગુસ્સો કંગનાની આંખોમાં જોવા મળે છે. ફિલ્મમાં કંગનાનો અભિયન અને નિર્દેશન શાનદાર છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...