જયપુર : અભિનેત્રી મનીષા કોઈરાલાએ જયપુર સાહિત્ય મહોત્સવમાં હાજરી આપી હતી. તેણે આ મહોત્સવમાં પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે જિંદગી ફુલોની પથારી નથી અને બધાના જીવનમાં વળાંકો આવતા હોય છે, જોકે એ સમજવું જોઈએ કે જો આજે ખરાબ સમય ચાલી રહ્યો હોય તો કાલે સારો સમય પણ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા તાજેતરમાં જયપુરમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં પહોંચી હતી. અહીં તેણે એક સેશન સંબોધિત કર્યું જે તેના પર જ આધારિત હતું. તેણે જણાવ્યું કે, જ્યારે તેને કેન્સર થયું ત્યારે તે જિંદગીના સાચા અર્થને સમજી શકી. આ કારણે જ તેણે કેન્સર પર પુસ્તક ‘હીલ્ડ : હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ’ લખ્યું.


મનીષાએ જણાવ્યું કે, આ પુસ્તકની શરૂઆત જ મેં જિંદગી જીવવાથી કરી છે. મેં લખ્યું, ‘હું મરવા નથી માગતી.’ મનીષાએ કહ્યું કે, જ્યારે પહેલીવાર તેને ખબર પડી કે, તે કેન્સર સામે ઝઝૂમી રહી છે ત્યારે તેણે આ બીમારી સામે લડી આગળ નીકળનારા લોકોની સ્ટોરીઝ શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને ક્રિકેટર યુવરાજ સિંહ અને એક્ટ્રેસ લીઝા રેને મળવાની તક મળી. ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને ન જોયું અને આ બીમારી સામે જીત મેળવવાનું નક્કી કરી લીધું.


video : જોયો અનિલ-માધુરીનો લેટેસ્ટ રોમેન્ટિક ડાન્સ ? કારણ છે મોટું


મનીષાએ ફિલ્મ ‘સૌદાગર’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી ‘1942 : અ લવ સ્ટોરી’, ‘ધનવાન’, ‘સંગદિલ સનમ’, ‘મિલન’, ‘મિલન’, ‘ખામોશી’, ‘સનમ’, ‘લોહા’, ‘દિલ દિવાના માને ના’, ‘યુગપુરુષ’, ‘મન’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના એક્ટિંગને કારણે ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...