મુંબઇ: આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ ડ્રીમ ગર્લ પોતાની જાહેરાત બાદથી જ ખૂબ ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાના વિચિત્ર પોસ્ટરે ફિલ્મ જોવા માટે દર્શકોને વધુ જિજ્ઞાસુ કરી દીધા છે. તો બીજી તરફ ડ્રીમ ગર્લના પરિવારમાં વધુ એક સભ્યની એંટ્રી થઇ ગઇ છે. મનજોત સિંહ છેલ્લે છેલ્લે ફૂકરે ફ્રેંચાઇઝીમાં જોવા મળ્ય હતા. તે ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના સૌથી સારા મિત્રની ભૂમિકા ભજવતાં જોવા મળશે.  


મનજોત સિંહે જણાવ્યું હતું કે ''હું આયુષ્માન ખુરાના અને નિર્દેશક રાજ શાંડિલ્યની સાથે કામ કરવા માટે રોમાંચિત છું. આ સૌથી રસપ્રદ સ્ક્રિપ્ટમાંની એક છે જેને હું હાલમાં વાંચી રહ્યો છું. આ સફર સુપર મજેદાર રહી છે.'' અંધાધુન અને 'બધાઇ હો' ની શાનદાર સફળતા બાદ, આયુષ્માન ખુરાના હવે ફિલ્મ ડ્રીમ ગર્લની સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે નુશરત ભરૂચા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. એકતા કપૂર દ્વારા નિર્મિત, ''ડ્રીમગર્લ'' નવોદિત નિર્દેશક રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેર્શિત છે.