અક્ષયકુમારની ફિલ્મનું ગીત `તેરી મીટ્ટી` પાકિસ્તાની ગીતની ચોરી? આખરે Geeta Rabari એ જણાવ્યું સત્ય
બોલીવુડના જાણીતા ગીતકાર અને લેખક મનોજ મુંતશીર છેલ્લા કેટલાક સમયથી પોતાના ગીતોને લઈને વિવાદમાં છે. સોશિયલ મીડિયા પર તેઓ ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. એવો આરોપ છે કે અક્ષયકુમારની ફિલ્મ કેસરીમાં તેમનું ગીત `તેરી મીટ્ટી` 2005ના પાકિસ્તાની ગીતમાંથી કોપી કરીને બનાવવામાં આવ્યું છે.
નવી દિલ્હી: બોલીવુડના જાણીતા ગીતકાર અને લેખક મનોજ મુંતશીર છેલ્લા કેટલાક સમયથી પોતાના ગીતોને લઈને વિવાદમાં છે. સોશિયલ મીડિયા પર તેઓ ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. એવો આરોપ છે કે અક્ષયકુમારની ફિલ્મ કેસરીમાં તેમનું ગીત 'તેરી મીટ્ટી' 2005ના પાકિસ્તાની ગીતમાંથી કોપી કરીને બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર વિવાદમાં 'તેરી મીટ્ટી' ગીત પર લોકગાયિકા અને કચ્છની કોયલ તરીકે પ્રખ્યાત ગીતા રબારી પણ ફસાતા જોવા મળ્યા હતા.
મનોજ મુંતશીર સાથે ચાલી રહેલા વિવાદ પર હવે તેરી મીટ્ટી ગીત ગાનારા સિંગર ગીતાબેન રબારીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે 'ઈમાનદારીથી કહું તો એવો કોઈ વિવાદ નથી. આ ફક્ત કેટલાક નાસમજ લોકો દ્વારા કહેવાયેલી વાતો છે.' તેમણે એમ પણ કહ્યું કે 'સૌથી પહેલા હું એ કહેવા ઈચ્છીશ કે હું ગુજરાતથી છું, જે ભારતમાં છે. બીજી વાત એ કે ફિલ્મ કેસરીનું ગીત જે મે યુટ્યૂબ પર અપલોડ કર્યું હતું તે મારું નથી. તે ખુબસુરતીથી લખાયેલા ગીત 'તેરી મીટ્ટી'નું એક કવર ગીત છે.'
TMKOC Cast: Taarak Mehta ના આ કલાકારને ઓળખ્યો? ખુબ જ લોકપ્રિયતા મળી અને અચાનક છોડી દીધો શો
સિંગર ગીતાબેન રબારીએ મનોજ મુંતશીરના વખાણ કરતા કહ્યું કે ઈન્ડિયન સીનેમામાં મનોજ મુંતશીર એક અમેઝિંગ અને કાબીલ ગીતકાર છે. તેમના વિશે ખોટું અને અફવાઓ ફેલાવવામાં આવી રહ્યા છે.
આ અગાઉ મનોજ મુંતશીરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના બચાવમાં કહ્યું હતું કે જે લોકો આરોપ લગાવી રહ્યા છે તેમણે વીડિયો જોઈ લેવો જોઈએ. આ વીડિયો ફિલ્મ કેસરી આવ્યાના અનેક દિવસ બાદ યૂટ્યુબ પર અપલોડ કરાયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સિંગર કોઈ પાકિસ્તાની નથી પરંતુ આપણા પોતાના ભારતીય સિંગર ગીતા રબારી છે. તેમને કોલ કરીને પૂછી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube