નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે 8 ઓક્ટોબરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી કલાકારોને સન્માનિત કર્યાં હતા. જ્યાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમના દાયકાઓ લાંબા કરિયરનું સન્માન કરતા દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ગુજરાતી અભિનેત્રી એવોર્ડ લેવા સમયે રડી પડ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કાંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપ્યો હતો. તો માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે અને નિત્યા મેનને થિરૂચિત્રામ્બલમ માટે બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 



માનસી પારેખ નેશનલ એવોર્ડ લેવા સમયે રડી પડી
જ્યારે માનસી પારેખ પુરસ્કાર લેવા મંચ પર પહોંચ્યાં તો પોતાના આંસુ રોકી શક્યા નહીં. જ્યારે તે દર્શકો સામે ઉભા રહ્યાં તો ખચાખચભરેલા હોલમાં બધાની સામે રડી પડ્યાં હતા. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેના ખભે હાથ રાખી તેનો જુસ્સો વધાર્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


કચ્છ એક્સપ્રેસના અભિનેત્રી અને પ્રોડ્યુસર છે માનસી
6 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થયેલી માનસી પારેખની પ્રોડક્શન ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં રત્ના પાઠક શાહ અને દર્શિલ સફારી જેવા ઘણા મહાન કલાકારો છે. માનસી પારેખે માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી. હકીકતમાં, તે ફિલ્મની નિર્માતા પણ હતી. વાર્તા તેના પતિની બેવફાઈની શોધ કર્યા પછી મહિલા સશક્તિકરણની સફરને અનુસરે છે.