JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ જેએનયુ ઘટના (JNU Violence) બાદથી અનેક મોટા બ્રાન્ડ્સે તેનાથી દૂર ભાગી રહ્યાં છે. જ્યારે કે, કેટલાક બ્રાન્ડ્સનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કેટલીક જાહેરાતો થોડા સમય માટે હટાવી રહ્યાં છે. કોકા-કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરનારા આઈપીજી મેડીબ્રાન્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિન્હાએ કહ્યું કે, સામાન્ય રીતે, બ્રાન્ડ્સ સુરક્ષિત રહેવાનુ પસંદ કરે છે અને કોઈ પણ વિવાદથી સાવધાન રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયે દીપિકા પાદુકોણ પર ફિલ્માયેલી સ્કીલ ઈન્ડિયાનો પ્રમોશનલ વીડિયો ડ્રોપ કરી દીધો છે.
અમદાવાદ :બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ જેએનયુ ઘટના (JNU Violence) બાદથી અનેક મોટા બ્રાન્ડ્સે તેનાથી દૂર ભાગી રહ્યાં છે. જ્યારે કે, કેટલાક બ્રાન્ડ્સનું કહેવું છે કે, તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવેલ કેટલીક જાહેરાતો થોડા સમય માટે હટાવી રહ્યાં છે. કોકા-કોલા અને એમેઝોનનું પ્રતિનિધિત્વ કરનારા આઈપીજી મેડીબ્રાન્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી શશી સિન્હાએ કહ્યું કે, સામાન્ય રીતે, બ્રાન્ડ્સ સુરક્ષિત રહેવાનુ પસંદ કરે છે અને કોઈ પણ વિવાદથી સાવધાન રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદથી જ મોદી સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયે દીપિકા પાદુકોણ પર ફિલ્માયેલી સ્કીલ ઈન્ડિયાનો પ્રમોશનલ વીડિયો ડ્રોપ કરી દીધો છે.
ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ
દીપિકા પાદુકોણને કદાચ આ વાતનો અંદાજ નહિ હોય કે, જેએનયુ કેમ્પસમાં ચાલી રહેલ પ્રદર્શનમાં સામેલ થવું તેના માટે કેટલા હદે મુશ્કેલ સાબિત થઈ શકે છે. પોતાની ફિલ્મ છપાક રિલીઝ થતા પહેલા 7 જાન્યુઆરીની રાત્રે દીપિકા પાદુકોણ જેએનયુમાં ચાલી રહેલા પ્રદર્શનમાં પહોંચી હતી. જેના બાદથી જ તેનો બહુ જ વિરોધ કરાયો હતો. આ ઉપરાંત એક ઈન્ટરવ્યૂમાં પણ દીપિકાએ એવુ કહ્યું હતું કે, મને ગર્વ થાય છે કે હું મારી વાત કહેતા ડરતી નથી. ભલે મારા વિચાર કંઈ પણ હોય, પરંતુ મારા વિચારમાં હમેશઆ દેશ અને તેના ભવિષ્ય સાથે જોડાયેલ વિચારો છે, તે સારી બાબત છે.
ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને વિરોધનો સામનો કરવો પડ્યો છે. બોક્સ ઓફિસ પર દીપિકાની ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી નથી. ફિલ્મ રિલીઝ થવાની સાથે જ માત્ર 4 કરોડની કમાણી કરી ચૂકી છે. જ્યારે કે, બીજા દિવસે ફિલ્મની કમાણીમાં કોઈ ખાસ વધારો થયો નથી. બીજા દિવસે ફિલ્મે 6 કરોડની આસપાસ કમાણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક