`ધ કપિલ શર્મા શો` ના જાણીતા એક્ટરનું નિધન, થોડાક વર્ષ પહેલા થયું હતું કેન્સર, ફિલ્મી જગતમાં શોકની લહેર
Atul Parchure Death: ટેલીવિઝન અને ઘણી બધી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગથી લોકોનું મનોરંજન કરનાર એક્ટર અતુલ પરચુરેનું મોત થઈ ચૂક્યું છે. મોતનું કારણ શું છે તે હજું સુધી સામે આવ્યું નથી.
Atul Parchure Dies: કપિલ શર્મા શોમાં ઘણી ભૂમિકાઓમાં આવીને લોકોને હસાવીને લોટપોટ કરાવનાર એક્ટર અતુલ પરચુરેનું નિધન થઈ ગયું છે. અતુલને થોડાક વર્ષ પહેલા કેન્સર થયું હતું. અચાનક તેમના મોતના ખબર તમામને ચોંકાવી દીધા છે. તેમણે માત્ર ટેલીવિઝન જ નહીં, મરાઠી, હિન્દુ બોલીવુડ ફિલ્મોમાં પણ ખુબ કામ કર્યું છે. તેમના જવાથી મરાઠી, ટીવી અને બોલીવુડ ઈન્ડરસ્ટ્રી શોકમાં ડૂબી ગયું છે અને ઘણા એક્ટરની આંખો ભીની થઈ છે અને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે.
ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી શરૂઆત
અતુલ પરચુરે એ ઈન્ડરસ્ટ્રીમાં લગભગ 39 વર્ષ કામ કર્યું. તેમની પહેલી મરાઠી ફિલ્મ ચાઈલ્ડ આર્ટિસ્ટ ખિચડી હતી. ત્યારબાદ તેમણે ઘણા શોઝ અને મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાની પકડ મજબૂત બનાવતા ગયા. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ક્યોકિ મૈં ઝૂઠ નહીં બોલતા, ક્યા દિલ ને કહા, ચોર મચાયે શોર, ગોડ ઓનર નોજ, કલયુગ, સલામ એ ઈશ્ક, આવારાપન જેવી ઘણી ફિલ્મોમાં નજરે પડ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ મરાઠીમાં હતી જે અલીબાબા હેઠળની 'ચોર' હતી. જે આ વર્ષે માર્ચ 2024માં રિલીઝ થઈ હતી.
ફેમસ ટેલીવિઝન શોઝ
મરાઠી અને હિન્દી બોલીવુડ ફિલ્મો સિવાય અતુલ પરચુરે એ ટેલિવિઝન શોઝમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો હતો. આર કે લક્ષ્મણ કી દુનિયા, કોમેડી નાઈટ્સ વિધ કપિલ, કોમેડી સર્કસ, બડી દૂર સે આયે હૈ, યમ હૈ હમ, જાગો મોહન પ્યારે, જેવા ઘણા શોઝમાં કામ કર્યું. તેના સિવાય આ થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમણે મરાઠી ભાષાના ઘણા થિયેટર શોઝમાં પણ કામ કર્યું.
મળ્યો બેસ્ટ કોમેડી એક્ટરનો એવોર્ડ
ઝી મરાઠીની જાગો મોહન પ્યારે સીરિયલ તેમની સૌથી ફેમસ થઈ હતી. ત્યારબાદ ભાગો મોહન પ્યારે પણ આવી. આ શો માટે ઝી મરાઠી ઉત્સવ નત્યચંદ્ર એવોર્ડ 2019 માં બેસ્ટ એક્ટર અને બેસ્ટ કોમેડી કેરેક્ટરના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફાની દુનિયાને અલવિદા કહેવાના સમાચાર તેમના પ્રશંસકોને માન્યામાં આવતા નથી, તેમના ફેન દુખી છે અને સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી એક્ટરને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.