જાણિતા સિંગરનું રોડ અકસ્માતમાં મોત, ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું
જાણિતા પ્લેબેક સિંગર ગીતા માલીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ગુરૂવારે મુંબઇ-આગરા હાઇવે પર તેમનો રોડ અકસ્માત થયો હતો. તમને જણાવી દઇએ કે ગીતા મલિક મરાઠી ફિલ્મોમાં ગીતો ગાતી હતી.
મુંબઇ: જાણિતા પ્લેબેક સિંગર ગીતા માલીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ગુરૂવારે મુંબઇ-આગરા હાઇવે પર તેમનો રોડ અકસ્માત થયો હતો. તમને જણાવી દઇએ કે ગીતા મલિક મરાઠી ફિલ્મોમાં ગીતો ગાતી હતી.
ગીતા અમેરિકાથી પરત ફરીને કાર દ્વારા પોતાના હોમટાઉન, નાસિક માટે જઇ રહી હતી. આ દરમિયાન તેમના પતિ વિજય પણ સાથે હતા. તેમની ગાડી રોડની બાજુમાં ઉભેલા એક ટેન્કર સાથે ટકરાઇ ગઇ હતી. એક્સીડેન્ટ ગુરૂવારે બપોરે 3 વાગ્યાની આસપાસ શાહપુર નજીક થયો હતો. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને શાહપુર રૂરલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ગીતાનું મોત નિપજ્યું હતું.
તમને જણાવી દઇએ કે ગીતા ઘણી મરાઠી ફિલ્મોમાં ગીત ગાઇ ચૂકી છે. આ ઉપરાંત ગીતા પોતાના મ્યૂઝિક આલ્બમ પર લોન્ચ કરી ચૂકી છે.
ઇવેન્ટ માટે અમેરિકા ગઇ હતી ગીતા
ટાઇમ્સ ઓફ ઇન્ડીયના સમાચાર અનુસર ગીતા ન્યૂયોર્ક મેગા ઇવેન્ટ માટે નાસિક ગઇ હતી. ઇવેન્ટ 6 નવેમ્બરના રોજ હતઈ. 8 દિવસની ટૂર બાદ ગીતા ગુરૂવારે સવારે મુંબઇ પહોંચી હતી. મુંબઇ એરપોર્ટ પર ગીતાના પતિ તેને રિસીવ કરવા માટે આવ્યા હતા અને બંને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં અકસ્માત સજાર્યો હતો.
મુંબઇ એરપોર્ટ પહોંચ્યા બાદ ગીતાએ સોશિયલ મીડિયા પર ફોટોઝ પણ પોસ્ટ કર્યા હતા. ફોટો શેર કરતાં ગીતાએ લખ્યું હતું કે '#जननी_जन्मभूमी_स्वर्ग_से_महान_है.... 🇮🇳🙏Very Happy To Black Home long time. તસવીરોમાં તેમના પતિ પણ જોવા મળી રહ્યા છે. ગીતા પોતાનું એક મ્યૂઝિક બેન્ડ પણ ચલાવતી હતી. બેંડનું નામ છે. ગીત ગંગા મ્યૂઝિક બેંડ. ગીતાના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવતા હતા.