નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં જોરદાર પોસ્ટર સામે આવ્યા બાદ લોકોને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને તારા સુતારિયા (Tara Sutaria)ની ફિલ્મ 'મરજાવા (Marjaavaan)'ના ટ્રેલરની આતુરતા હતી. હમણાં હમણાં આ ધમાકેદાર ટ્રેલર યૂટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્રેલર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લોકો આ ટ્રેલરને જોઇને કહી રહ્યા છે કે હાય 'મરજાવા'. આ ટ્રેલરમાં એક દમદાર લવ સ્ટોરી અને એક્શનનો ભરપૂર ડોઝ છે. જુઓ આ ટ્રેલર...



આ ટ્રેલરને જોઇને સમજાઇ રહ્યું છે કે મૂવીમાં જોરદાર ડાયલોગ અને પંચ દમદાર છે. અહીં પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા એકસાથે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રિતેશ દેશમુખે પણ વિલનનો રોલ જોરદાર રીતે ભજવ્યો છે. મરજાવામાં રિતેશ દેશમુખે ઠીંગણા વ્યક્તિનો રોલ ભજવ્યો છે.


પાવર પેક એક્શનથી ભરપૂર આ ફિલ્મ મિલાપ જાવેરીએ બનાવી છે. રોમાન્સ અને એક્શનને જોતાં 'મરજાવાં (Marjaavaan)' સિનેમાઘરોમાં 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ મહત્વપૂર્ણ રોલમાં છે.