મુંબઈ : હોલિવૂડ સુપરસ્ટાર માર્ક બ્લમ (mark blum)નું 69 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે. માર્કની પત્ની જેનેટ જેરિશે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. જેનેટે જણાવ્યું, મારા પતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ આવેલાં કોમ્પ્લિકેશન્સને કારણે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. માર્કે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે છેલ્લે નેટફ્લિક્સની સૌથી ચર્ચિત વેબ સીરિઝ YOUમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. આ સીરિઝ ખૂબ જ લોકપ્રિય છે. તેની બે સીઝન અત્યાર સુધી રિલીઝ થઈ ચૂકી છે અને હવે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube