મુંબઈ : ભારતના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે  અંબાણીના મોટા દીકરા આકાશ અને શ્લોકા મહેતા આગામી મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે અને લગ્નનો સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આકાશ અને શ્લોકા 9 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે. લગ્નના ફંક્શન્સ મુંબઈમાં યોજાશે. રિપોર્ટ મુજબ આકાશ અંબાણીની જાન સાંજે 3.30 વાગ્યે જિયો સેન્ટર જશે. 10 માર્ચે વેડિંગ સેલિબ્રેશન થશે. આ બાદ 11મી માર્ચે પણ રિસેપ્શન હશે. આ રિસેપ્શનમાં પરિવારના સદસ્યો અને નજીકના મિત્રો શામેલ થશે. આ પ્રોગ્રામ પણ જિયો સેન્ટરમાં થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનુ નિગમની હાલત કેમ થઈ આવી ભયાનક ? તમારી સાથે પણ થઈ શકે છે આવું


આકાશની ફિયાન્સે શ્લોકા મહેતાએ પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં શ્લોકા એક ડિઝાઈનર સ્ટોર બહાર જોવા મળી હતી. બંનેએ પાછલા વર્ષે જૂનમાં સગાઈ કરી હતી. આ સગાઈમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. સગાઈ પહેલા પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઈ હતી. જેમાં આકાશ અંબાણીએ શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું.


શ્લોકા ભારતના ટોપ-6 હીરાના વેપારીમાંના એક રસેલ મહેતાની નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરી ચૂક્યા છે. શ્લોકાએ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટીમાંથી એંથ્રોપોલોજીનો અભ્યાસ કર્યો. તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ કર્યું. અભ્યાસ પુરો થયા બાદ શ્લોકા પોતાના પિતાની ડાયમંડ કંપની રોઝી બ્લૂ ડાયમંડમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...