પૈચાન કૌન? : બોલિવૂડના સુપરસ્ટારના આ દીકરાના લગ્નની તારીખ ફાઇનલ
આ અરેન્જ મેરેજનું આયોજન ઉટી ખાતે થશે
મુંબઈ : બોલિવૂડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના મોટા દીકરા અને એક્ટર મિમોહ એટલે કે મહાક્ષય ચક્રવર્તીના લગ્નની તારીખ ફાઇનલ થઈ ગઈ છે. મહાક્ષયના લગ્ન 7 જુલાઈએ બિઝનેસમેન સુભાષ શર્માની દીકરી મદાલસા સાથે થશે. આ લગ્નના ફંક્શન 7 જુલાઈએ થશે. આ દિવસે જ જાન નીકળશે અને ફેરા થશે. લગ્નનું રિસેપ્શન પણ 7 જુલાઈએ જ થશે. લગ્નના તમામ ફંક્શન ધ મોનાર્ક, ઉટીમાં થશે. આ લગ્ન પહેલાં 6 જુલાઈએ સંગીત સેરેમની થશે.
એટીએમમાંથી પૈસા કાઢનારાઓ માટે સારા સમાચાર
બોલિવૂડના 'ડિસ્કો ડાન્સર' મિથુનદાના 33 વર્ષીય પુત્ર મિમોહ ઉર્ફે મહાઅક્ષયે પણ બોલિવૂડમાં કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું હતું પરંતુ તેને પિતાની જેમ સફળતા મળી નહોતી. હવે બિઝનેસમેન પરિવારની દીકરી મિથુન ચક્રવર્તીના ઘરની વહુ બનશે. આ એક એરેન્જ મેરેજ હશે. મિમોહની લાઈફ પાર્ટનર અંગે વધુ માહિતી તો મળી નથી પરંતુ તે બિઝનેસ પરિવારમાંથી આવે છે.
અભિનેતા શાહિદ કપૂર બાદ મિમોહે પણ એરેન્જ મેરેજની પસંદગી કરી છે. મિમોહની થનાર પત્નીની તમામ વિગતો સિક્રેટ રાખવામાં આવી છે. હાલમાં મિમોહ પોતાના ટીવી શો ગામા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.