નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કોઈ બિઝનેસ ફેમિલીની પુત્રવધૂ બને એ કોઈ નવી વાત નથી. આ લિસ્ટમાં ટીના મુનિમનું નામ સૌથી ટોચ પર છે. તે દેશના સૌથી અમીર એવા અંબાણી પરિવારની પુત્રવધૂ બની ગઈ છે. ટીના અંબાણી આજે પોતાનો 61મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી, 1957ના દિવસે મુંબઈ ખાતે થયો હતો. 1975માં ફેમિના ટીન પ્રિન્સેસ ક્રાઉન જીતીને ટીનાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : રાહુલ ગાંધી પર આવી રહી છે ફિલ્મ, ચૂંટણી પહેલાં ટીઝરમાં કહ્યું કે - 'હા, હું હારી ગયો'


બોલિવૂડના સિનિયર અને દિગ્ગજ એક્ટર દેવ આનંદની ફિલ્મથી ટીનાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ટીના અને દેવે એકસાથે 1978માં 'દેસ પરદેસ' કરી. આ પછી તેણે 1980માં લૂટમાર તેમજ મનપસંદ કરી. ટીનાએ 1991ના ફેબ્રુઆરીમાં અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને પછી તે ફિલ્મોમાં જોવા નથી મળી. 


1986માં અનિલ અંબાણી અને ટીના મુનીમની પહેલી મુલાકાત ટીનાના ભત્રીજા કરણ મારફતે થઈ હતી. આ બંને પહેલી મુલાકાતમાં એકબીજાને પસંદ પડ્યા હતા. જોકે અનિલના પરિવારને આ લગ્ન સામે ભારે વિરોધ હતો કારણ કે તેમને એક્ટ્રેસ પુત્રવધૂ પસંદ નહોતી. જોકે આખરે તેમના પ્રયાસ સફળ સાબિત થયા અને બંનેના પરિવારની મંજૂરી પછી 1991માં ટીના અને અનિલના લગ્ન થઈ ગયા હતા. 


ટીનાએ રોકી, દેસ પરદેસ, મન પસંદ, બાતો બાતો મેં, સૌતન, બડે દિલવાલા તેમજ ઇજાઝત જેવી સફળ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકોને ટીના અંબાણીની જોડી સંજય દત્ત તેમજ રાજેશ ખન્ના સાથે પસંદ પડી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...