મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન તેની ફિલ્મો સિવાય રિલેશનશીપને કારણે ચર્ચા રહે છે. રિપોર્ટ પ્રમાણે વરૂણ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જો આવું થશે તો વરૂણ-નતાશા આ વર્ષે લગ્નના બંધનમાં બંધાનાર સ્ટાર્સની યાદીમાં શામેલ થઈ શકે છે. જોકે આ બંને આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરૂણ ધવન અને નતાશા દલાલનો પ્રેમસંબંધ કોઈ સિક્રેટ નથી. હવે માહિતી મળી છે કે નતાશાએ પોતાના લગ્નની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે કારણ કે વરૂણ અને નતાશાએ 2019માં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. મળતી માહિતી પ્રમાણે નતાશાના પરિવારે લગ્ન માટે ચાંદીના વાસણોની તેમજ કપડાંની ખરીદી શરૂ કરી દીધું છે તેમજ ફ્લાવર ડેકોરેશનનું પ્લાનિંગ કરી નાખ્યું છે. નતાશા દલાલ કોઈ બોલિવૂડ અભિનેત્રી નથી પણ ડિઝાઈનર છે. વરુણ છેલ્લા ઘણા વર્ષોથી નતાશાને ડેટિંગ કરી રહ્યો છે. વરુણ ધવને આ અંગે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે. હું લગ્ન કરવા માગું છું, એક સમય એવો આવે છે જ્યારે તમારે જીવનમાં આ નિર્ણય લેવો જ પડે છે. હું


લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે આલિયા ચાલી ગઈ મોં ધોવા


લગ્ન વિશે વરૂણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનો પરિવાર પંજાબી છે તેથી પંજાબી રીત રિવાજ પ્રમાણે પરંપરાગત લગ્ન કરવા માગે છે. વરુણ હાલમાં જ પોતાના માતા પિતાના ઘરમાંથી શિફ્ટ થયો છે. સૂત્રો અનુસાર વરૂણ આ વર્ષે લગ્ન કરશે તેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થયો છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા વરુણ અને નતાશાના બ્રેકઅપની ખબર આવી હતી પણ હવે આ કપલની લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...