દીપિકા-રણવીરના લગ્ન થઈ શકે છે કેન્સલ! રણબીર કપૂર છે કારણ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન્ હાલમાં બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની બોલિવૂડમાં જોરશોરથી ચર્ચા છે. છેલ્લા કેટલાક દિવસથી સમાચાર છે કે દંપતિ આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે હવે આ લગ્ન કેન્સલ થયા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. દીપિકાનો એક્સ રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટને ડેટ કરી કરી રહ્યો છે. જોકે રણબીર સાથેના સંબંધ તુટ્યાનો દીપિકાને એટલો આઘાત લાગ્યો છે કે તે લગ્નના મામલે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા માગે છે.
ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે દીપિકા અને રણબીરનું બહુ લાંબા સમય સુધી પ્રેમપ્રકરણ ચાલ્યું હતું. એક સમય એવો હતો કે દીપિકા પ્રેમી રણબીર સાથે લગ્ન કરવા માટે કરિયર છોડવા તૈયાર હતી. જોકે આ પ્રેમપ્રકરણ બહુ લાંબા સમય સુધી નહોતું ચાલ્યું અને બ્રેક-અપના કારણે દીપિકાને બહુ માનસિક અસર પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે હાલમાં દીપિકા બો્યફ્રેન્ડ રણવીર સિંહ સાથે ખુશ છે પણ રણબીરની બેવફાઈના કારણે એટલી અપસેટ છે કે લગ્ન વિશે કોઈ નિર્ણય ઉતાવળમાં નથી લેવા માગતી. રણવીર હાલમાં લગ્ન મામલે બહુ સિરિયલ છે પણ દીપિકા કોઈ રિસ્ક લેવા નથી માગતી.
અર્જુન-મહેરના લગ્નજીવનમાં ભંગાણ માટે સુઝાન નહીં પણ આ હોટ હસીના જવાબદાર?
હાલમાં સમાચાર આ્વ્યા હતા કે રણવીર અને દીપિકા 19 નવેમ્બરે લગ્ન કરવાના છે અને આ લગ્ન મુંબઈમાં થવાના છે. જોકે બોલિવૂડની લોકપ્રિય જોડીએ આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરી. કરિયરની વાત કરીએ તો રણવીરે અનેક ફિલ્મો સાઇન કરી છે પણ દીપિકાએ 'પદ્માવત' પછી કોઈ પ્રોજેક્ટ સાઇન નથી કર્યો.