નાનાએ તનુશ્રીને આપ્યો વળતો જવાબ, મહિલા આયોગમાં કહ્યું આવું...
આયોગની નોટિસનો જવાબ આપતા નાના પાટેકરે પોતાના વકીલ દ્વારા નિવેદન મોકલીને તનુશ્રીના તમામ ઓરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
નવી દિલ્હી/દિપાલી જગતાપ : ગત કેટલાક દિવસોથી અચાનકથી ચર્ચામાં આવેલ બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા #MeToo અભિયાનનો ભારતનો ચહેરો બની ચૂકી છે. તેના દ્વારા લગાવવામાં આવેલ આરોપો પર એક્શન લેતા મહારાષ્ટ્રના મહિલા આયોગે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં એક્ટર નાના પાટેકરને નોટિસ આપી હતી. હવે આ નોટિસનો નાના પાટેકરે જવાબ આપ્યો છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર, આયોગની નોટિસનો જવાબ આપતા નાના પાટેકરે પોતાના વકીલ દ્વારા નિવેદન મોકલીને તનુશ્રીના તમામ ઓરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. #MeToo મામેલ ફિલ્મ એક્ટર નાના પાટેકરે મહારાષ્ટ્ર મહિલા આયોગને સ્પષ્ટતા આપતા કહ્યું કે, તનુશ્રીએ તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. નાનાએ દલીલ કરી છે કે, વર્ષ 2008માં તનુશ્રી દત્તાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, તો માત્ર પોતાની ગાડીની તોડફોડની આપી હતી. તે દરમિયાન તનુશ્રી દત્તાએ છેડતીનો આરોપ કેમ લગાવ્યો ન હતો. હવે દસ વર્ષ બાદ આવા આરોપ કેમ લગાવવામાં આવી રહ્યાં છે.
તનુશ્રી રજૂ ન થઈ
આ મામલે મહિલા આયોગે તનુશ્રી દત્તાને પણ બોલાવી હતી. પરંતુ તે રજૂ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવતા કહ્યું કે, 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જ્યારે મેં આ વિશએ પ્રોડ્યુસર-ડાયરેક્ટરને જણાવ્યું કે નાના મને પકડીને ખેંચી રહ્યા હતા, અને ડાન્સ શીખવાડી રહ્યા હતા, તો મારી વાત સાંભળવાને બદલે તેમણે મારી સામે ડિમાન્ડ રાખી કે, હવે નાના મારી સાથે ગીતમાં ઈન્ટીમેટ ડાન્સ સ્ટેપ્સ કરવા માંગે છે.
તનુશ્રીએ આરોપ લગાવ્યો કે, નાના પાટેકરને ફિલ્મકાર અને કોરિયોગ્રાફર્સનું મૌન સમર્થન મળ્યું હતું. તનુશ્રી દત્તાએ આ સંબંધે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તનુશ્રીએ નાના પાટેકરની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની સાથે અન્ય 3 લોકોના નામ પણ સામેલ છે.