બોક્સ ઓફિસ પર Kangana Ranaut સાથે ટકરાશે Akshay Kumar, 2020ની દિવાળી પર થશે મહા-ક્લેશ
વર્ષ 2020માં વધુ એક જોરદાર બોક્સ ઓફિસ ક્લેશ થવાનો છે. આગામી વર્ષે દિવાળી પર અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની મચઅવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan)ને લઇને સિનેમાઘર પહોંચવાના છે.
નવી દિલ્હી: વર્ષ 2020માં વધુ એક જોરદાર બોક્સ ઓફિસ ક્લેશ થવાનો છે. આગામી વર્ષે દિવાળી પર અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની મચઅવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan)ને લઇને સિનેમાઘર પહોંચવાના છે. આ ફિલ્મની જાહેરાત કરતાં મેકર્સે કહ્યું કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ ફિલ્મમાં તેમની લીડ સ્ટાર એક્સ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) હશે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ચુક્યું છે કે આ ફિલ્મ વર્ષ 2020ની દિવાળી પર સિલ્વર સ્ક્રીન પર પહોંચશે. પરંતુ આ સાથે જ બોક્સ ઓફિસ પર થનાર મહાભિડંતની ફાઇનલ પણ થશે.
11 વર્ષના ક્રિકેટ કેરિયરમાં 650 છોકરીઓ સાથે બનાવ્યો સંબંધ, આત્મકથામાં કર્યો ખુલાસો
કંગના રનૌત સાથે ટકરાશે અક્ષય કુમાર
જોકે આ દિવસે બોલીવુડ સ્ટાર કંગના રનૌત (Kangana Ranaut) પોતાની ફિલ્મ ધાકડ (Dhaakad) સાથે સિનેમાઘર પહોંચવાની છે. આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરતાં મેકર્સે તેને જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં કંગના રનૌત જોરદાર એક્શન કરતી જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં તેમનું દમદાર રૂપ જોઇને ફેન્સ ઇંપ્રેસ થઇ ગયા હતા. એવામાં આ ફિલ્મ વર્ષ 2020ની દિવાળી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
ડેબ્યૂ સાથે કંગના સાથે ટકરાશે માનુષી છિલ્લર
ખાસ વાત એ છે કે પહેલી ફિલ્મ સાથે એક્સ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની બોક્સ ઓફિસ પર પરીક્ષા થવાની છે. આ ફિલ્મમાં તે રાજકુમારી સંયુક્તાના પાત્રમાં જોવા મળશે. તો બીજી તરફ તેમની પ્રથમ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર સીધી ટક્કર કંગના રનૌત સાથે થવાની છે. એવામાં તેમના માટે ખૂબ મોટો પડકાર સાબિત થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણને યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મને નિર્દેશક ચંદ્વપ્રકાશ દ્વિવેદી ડાયરેક્ટર કરવાના છે. આ પહેલી પીરિયડ ફિલ્મ હશે જેમાં અક્ષય કુમાર રાજાનું પાત્ર ભજવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube