મુંબઇ : મીટૂ અભિયાનમાં નિર્માતા -નિર્દેશક સુભાષ ઘઇ પણ ફસાયા છે. તેમની પૂર્વ કર્મચારીએ રેપનાં આરોપ લગાવ્યા છે. જો કે મહિલાએ પોતાનાં નામનો ખુલાસો નથી કર્યો. લેખક મહિમાં કુકરેજાએ ટ્વીટર પર સ્ક્રીન શોટનાં આ ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતાએ મહિલાને જણાવ્યું કે આ ઘટના તે સમયે થઇ જ્યારે તે સુભાષ ધાઇની સાથે કામ કરી રહી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિમા કુકરેજાએ પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, સુભાષ ઘઇ અંગે શોકિંગ સમાચાર. પીડિતાએ વ્યક્તિગત્ત રીતે પોતાની પીડા વ્યક્ત કરી. તે જાણીતી મીડિયા પર્સનાલિટી છે. 

પીડિતાએ પોતાની વ્યથા કંઇક આ પ્રકારે વ્યક્ત કરી
આ બધુ ત્યારે થયું જ્યારે હું સુભાષ ઘઇની સાથે એક ફિલ્મ પર કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે, આ માર્ગદર્શકની ભુમિકા નિભાવવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ગાઇડ કરશે. મે તેમની વાત માની લીધી કારણ કે મારો કોઇ ગોડફાધર નહોતા અને કોઇ પણ નહોતા. હું મુંબઇમાં નવી હતી. પરંતુ મારે કંઇક શિખવું હતું અને મને એક નિર્દેશક તરીકે પોતાની જાતને સાબિત કરવાનું હતું. 

શરૂઆતમાં તેઓ મને મ્યૂઝીક રેકોર્ડિંગ લઇને વાતચીત કરતા હતા અને મને ત્યાં મોડી રાત સુધીમાં અન્ય પુરૂષ સભ્યોની સાથે બેસવું પડતું હતું. જ્યારે રેકોર્ડિંગ પુરૂ થઇ જતું હતું, મે ઘરે જવા માટે ઓટોમાં જતી હતી. અથવા તેઓ મને ઘરે મુકી જતા હતા. ધીરે ધીરે તેમણે મારી જાંધ પર હાથ મુકવાનું શરૂ કર્યો, મને ગળે લગાવતા હતા કે મે આજે ઘણુ સારૂ કામ કર્યું. પછી તેઓ મને સ્ક્રિપ્ટ અંગે વાત કરવા માટે લોખંડવાલા કોલ કરીને બોલાવતા હતા. તેમણે મને જણાવ્યું કે, તેઓ સ્ક્રિપ્ટ પર કામ કરીને અન્ય અભિનેત્રીઓ સાથે કરશે.