Mirzapur 3 Trailer: વેબ સીરીઝ મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ વેબ સિરીઝની પહેલી બે સિઝન સુપરહિટ સાબિત થઈ હતી અને હવે ત્રીજી સિઝન પણ ધમાકો કરવા આવી રહી છે. મિર્ઝાપુર 2 નો અંત સસ્પેન્સથી ભરપૂર હતો જેના કારણે લોકોને આ વેબ સિરીઝની ત્રીજી સિઝનની આતુરતાથી રાહવતી. હવે ટ્રેલર રિલીઝ થયાની સાથે જ આતુરતાનો અંત આવી ગયો છે. મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ કરવાની સાથે જ તેની રિલીઝ ડેટ પણ અનાઉન્સ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  આમિર ખાનના દીકરાની ડેબ્યૂ ફિલ્મ મહારાજ પર વિવાદ વકર્યો, પહેલા હાઈકોર્ટ જોશે ફિલ્મ


મિર્ઝાપુર 3 માં ફરી એક વખત હિંસા ચરમ પર હશે. જોકે આ સિઝનમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા કરતા વધારે બીના ત્રિપાઠી લોકોને ચોંકાવી દેશે. કારણ કે નવી સિઝનમાં તેને નવો શિકાર મળી ગયો છે જેની એક ઝલક ટ્રેલરમાં દેખાડવામાં આવી છે. 


થિયેટર પછી OTT પર ધુમ મચાવશે મુંજ્યા, જાણો કયા પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે ફિલ્મ


મિર્ઝાપુર સિઝન 3 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસીકા દુગલ, વિજય શર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, હર્ષિતા શેખર, રાજેશ તેલંગ સહિતના કલાકારો નજર આવશે. મિર્ઝાપુર 3 માં 10 એપિસોડ હશે અને આ વેબસિરીઝ પાંચ જુલાઈથી એમેઝોન પર સ્ટ્રીમ કરવામાં આવશે.