નવી દિલ્હી: પોતાના અભિનય અને ડાન્સ મૂવ્સથી સિનેમા જગતમાં ખાસ ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તીને 80 અને 90ના દાયકાના સુપરસ્ટાર માનવામાં આવે છે. હૈદરાબાદમાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ કલકત્તાની પ્રખ્યાત સ્કોટિશ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જ્યાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડિગ્રી મેળવી હતી. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા આ અભિનેતાએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. સ્ટારડમ જોયા પહેલા, મિથુન દા સામાન્ય લોકોની જેમ જીવન જીવતા હતા અને તેમણે ગરીબી ખૂબ નજીકથી જોઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડની દુનિયામાં તે 'ડિસ્કો ડાન્સર' તરીકે જાણીતા હતા. પરંતુ આ બધું તેમના માટે એટલું સરળ નહોતું. નાનપણથી જ ડાન્સનો શોખ ધરાવતા આ એક્ટર સતત પોતાના સપના પાછળ દોડતા હતા. કહેવાય છે કે ફિલ્મોમાં આવતા પહેલા તે સ્ટેજ શો કરીને કમાણી કરતા હતા. ડિગ્રી કૉલેજ પૂર્ણ કર્યા પછી, તેમણે પુણેની ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાંથી સ્નાતક પૂર્ણ કર્યું. મિથુન ચક્રવર્તીનું પણ સ્ટાર બનવાનું સપનું હતું અને તે આ સપનું લઈને મુંબઈ આવ્યા હતા. માયાનગરી પહોંચતા જ તેમનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. કહેવાય છે કે શરૂઆતના દિવસોમાં તેમની પાસે મુંબઈમાં રહેવા કે સૂવા માટે પણ જગ્યા નહોતી. આ દરમિયાન તેઓ પાણીની ટાંકીઓ પાછળ સૂતા હતા.



 
આજે અમે તમને મિથુન ચક્રવર્તીના સંઘર્ષના દિવસો વિશે ન સાંભળેલી એક વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે ચોંકી જશો. સંઘર્ષ દરમિયાન, મિથુન પ્રખ્યાત લેખક સલીમ ખાનની બીજી પત્ની અને અભિનેતા સલમાન ખાનની સાવકી માતા હેલનને મળ્યા. અને તે પછી તેમણે હેલન માટે સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેને 'મૃગયા' ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા હતા અને આ ફિલ્મથી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. પરંતુ કહેવાય છે કે આ ફિલ્મ પછી પણ મિથુને ઘણા વર્ષો સુધી કામ કર્યું ન હતું. પહેલી ફિલ્મ હિટ થયા પછી પણ તે હેલન માટે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિથુને પોતાનું નામ બદલીને 'રેજ' રાખ્યું અને પોતાની ઓળખ છુપાવતા તે હેલનનો આસિસ્ટન્ટ બની ગયા.



મિથુન જ્યારે હેલન માટે કામ કરતા હતા. ત્યારે તેમને અમિતાભ બચ્ચનની એક ફિલ્મમાં તક મળી અને આ ફિલ્મ પછી પણ તેમના પગલા અટક્યા નહીં. તેમણે મલ્ટીસ્ટારર ફિલ્મોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી, પરંતુ ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'એ તેમને સ્ટાર બનાવી દીધા. તેમણે લગભગ દરેક શૈલીની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે પોતાની સારી એક્ટિંગ અને ફિલ્મોના કારણે સ્ટાર બની ગયા હતા.



મિથુન ચક્રવર્તી નેટ વર્થ 2021 આજે અબજોપતિ છે. caknowledge.com ના અહેવાલ મુજબ, તેમની પાસે આજે કુલ 282 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે દર મહિને 2 કરોડથી વધુની કમાણી કરે છે. મિથુન દા પાસે મર્સિડીઝ બેન્ઝ, ફોક્સવેગ્ન, ફોર્ડ એન્ડેવોર, ટોયોટા ફોર્ચ્યુનર જેવા રોયલ વાહનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube