માસી પદ્મિનીના ગીત પર શ્રદ્ધા કપૂરનો મિથુન સાથે ધમાકેદાર ડાન્સ, VIDEO થયો જબરદસ્ત વાયરલ
આ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5ના સેટ પર કરવામાં આવ્યો હતો
નવી દિલ્હી : મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને શ્રદ્ધા કપૂર (Shraddha kapoor) દ્વારા હાલમાં જ તુમસે મિલકર ના જાને ક્યોં...ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું હતું. હકીકતમાં બોલિવૂડના ટોચના એક્ટર્સ મિથુન ચક્રવર્તી અને ધર્મેન્દ્ર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5 (Dance Plus 5)ના સેટ પર હાજર હતી. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મ બાગી 3ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા. આ શોના ફિનાલેમાં મિથુન અને શ્રદ્ધાએ તુમસે મિલકર ના જાને ક્યોં...પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
માતા બનવા માટે કેમ સરોગેસીનો સહારો લીધો? શિલ્પા શેટ્ટીએ આપ્યું નિવેદન
તુમસે મિલકર ના જાને ક્યોં...ગીત 1985માં આવેલી ફિલ્મ પ્યાર ઝુકતા નહીંનું છે. આ ફિલ્મમાં મિથુન અને પદ્મિની કોલ્હાપુરી લીડ રોલમાં હતા. પદ્મિની રિયલ લાઇફમાં શ્રદ્ધા કપૂરની માસી છે. વાયરલ વીડિયોમાં લોકોને મિથુન અને શ્રદ્ધાની જોડી બહુ પસંદ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...