Mithun Chakraborty Health: શનિવારે સવારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હોસ્પિટલ તરફથી હેલ્થ અપડેટ સમયે સમયે આપવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા ફરી એકવાર અભિનેતાનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા મિથુન ચક્રવર્તીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dharmendra: લ્યો બોલો, 64 વર્ષની કારર્કિદી પછી ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ


બ્રેઈન સ્ટ્રોકને મેડિકલ ભાષામાં સેરેબ્રલ વેસ્ક્યુલર એક્સિડન્ટ કહેવાય છે. સાથે જ હોસ્પિટલ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા હવે સંપૂર્ણ રીતે ભાનમાં છે અને જોખમની બહાર છે. સ્ટ્રોક એકદમ હળવો હતો અને અભિનેતાને સમયસર યોગ્ય સારવાર આપી દેવામાં આવી હતી. જેના કારણે તેમની સ્થિતિ હવે સારી છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે લક્ષણોને ધ્યાનમાં રાખીને તેમના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:  રિયલ લોકોની રિયલ લવ સ્ટોરી... વેલેન્ટાઈન ડેને ખાસ બનાવશે કરણ જોહરની Love Storiyaan


જેમાં એમઆરઆઈ પણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે તેમને બ્રેઈન સ્ટ્રોક થયો હતો. જો કે અભિનેતા હવે જોખમની બહાર છે અને તેની સ્થિતિ સ્થિર છે. હાલમાં તેમની આગળની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીને શરીરના જમણી તરફના ઉપલા અને નીચેના અંગોમાં નબળાઈની ફરિયાદ સાથે સવારે 9.40 વાગ્યે કોલકાતાની અપોલો મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા.'


આ પણ વાંચો: પ્રેગ્નન્ટ છે અભિનેત્રી યામી ગૌતમ, 4 મહિના પછી આદિત્ય ધરના ઘરે ગુંજશે કિલકારી


નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'મગજના એમઆરઆઈ સહિત ઘણા મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે તેને બ્રેન સ્ટ્રોક થયો હતો. હાલમાં તે સંપૂર્ણ સભાન છે અને સારી રીતે વાત કરી રહ્યા છે અને હળવો આહાર લઈ રહ્યા છે.